Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સંસ્કૃત દૈનિક સુધર્માના સંપાદક સંપથના અવસાન પર વડાપ્રધાન મોદીએ સંસ્કૃતમાં શ્રદ્વાંજલી આપી

યુવાનોમાં સંસ્કૃત ભાષાને લોકપ્રિય બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા. તેમની દ્રઢતા તેમજ તેમનો જુસ્સો પ્રેરણાદાયક હતો

નવી દિલ્હી :દેશના એકમાત્ર સંસ્કૃત ભાષાના દૈનિક સમાચાર તરીકે ઓળખાતા ‘સુધર્મા’ ના સંપાદક કે.વી. સંપથ કુમારના અવસાન બાદ વડા પ્રધાન મોદીએ સંસ્કૃતમાં તેમનો શોક સંદેશ કે.વી. સંપત કુમારની પત્ની જયલક્ષ્‍મીને મોકલીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં રહેતા સંસ્કૃત અખબારના સંપાદક કે.વી. સંપથ કુમારનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે 64 વર્ષના હતા. તેમના મૃત્યુ પછી, પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે ‘કે.વી. સંપથ કુમારનું વ્યક્તિત્વ પ્રેરણાદાયક હતા. તેમણે ખાસ કરીને યુવાનોમાં સંસ્કૃત ભાષાને લોકપ્રિય બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા. તેમની દ્રઢતા તેમજ તેમનો જુસ્સો પ્રેરણાદાયક હતો. તેના મૃત્યુથી હું દુ:ખી છું. પરિવારના સભ્યો અને તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.

બે પાનાંના આ અખબાર ‘સુધર્મા’માં તમામ પ્રકારના સમાચારો આવરી લેવામાં આવે છે. કે.એન. વરદરાજા આયંગરનો બીજો પુત્ર સંપત કુમારે તેમની પાસેથી સંસ્કૃત પત્રકારત્વ શીખ્યા અને 1990 માં તેમના મૃત્યુ પછી ‘સુધર્મા’ ના સંપાદક અને પ્રકાશકની જવાબદારી સંભાળી. બધી મુશ્કેલીઓ છતાં, સંપત કુમાર અને તેમની પત્ની વિદુષી કે.એસ. જયલક્ષ્‍મીને વર્ષ 2020 માં અખબાર બહાર પાડવામાં અને સંસ્કૃત ભાષાને લોકપ્રિય બનાવવાના યોગદાન બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 'સુધર્મા' અખબારની શરૂઆત સંપત કુમારના પિતા કે.એન. વરદરાજા આયંગરે વર્ષ 1970 માં કરી હતી. સ્વ.આયંગર સંસ્કૃતના જાણીતા વિદ્વાન હતા. 1990 માં તેમના મૃત્યુ પછી, સંપત કુમાર અને તેમની પત્ની વિદુશી જયલક્ષ્‍મી કે.એસ. સાથે મળીને અખબારો બહાર પાડતા હતા. કે.વી. સંપથ કુમારની પત્ની પણ સંસ્કૃત ભાષામાં નિપુણ છે.

(11:44 pm IST)