Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સુવેન્દુ અધિકારી સોલિસિટર જનરલના નિવાસસ્થાને ચોક્કસ ગયા હતા: પરંતુ મીટીંગ ચાલુ હોય અને તુષાર મહેતાએ મળવાની અનિચ્છા દર્શાવતા તેમને મળ્યા વિના પાછા ફરેલ

સુવેન્દુ અધિકારી સોલિસિટર જનરલ ને મળ્યાનો મોટો વિવાદ ચાલ્યો છે અને તેમનું રાજીનામુ માંગવામાં આવ્યું છે ત્યારે "લાઈવ લો" માં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ સુવેન્દુ અધિકારી પોતાના (સોલિસિટર જનરલના) નિવાસસ્થાને ગઇકાલે ત્રણ વાગે કોઈ પણ જાણ કર્યા વિના આવ્યાનું અને પોતે પોતાની ચેમ્બરમાં પૂર્વ નિર્ધારીત બેઠકમાં વ્યસ્ત હોય તેમના સ્ટાફે સુવેન્દુ અધિકારીને ઓફિસ બિલ્ડિંગના વેઇટિંગ રૂમમાં બેસાડ્યા હતા.  તેમને ચા ની ઓફર કરી હતી. સોલિસિટર જનરલના મિટિંગ પૂરી થઈ ત્યારબાદ તેમના પર્સનલ સેક્રેટરીએ જાણ કરતા સોલિસિટર જનરલે તેમના સેક્રેટરીને કહ્યું હતું કે સુવેન્દુ અધિકારીને હું મળી શકીશ નહીં તે   તેમને રાહ જોવી પડી તે માટે દિલગીરી વ્યક્ત કરવા અને આ વાત તેમને જણાવવા કહ્યું હતું. સુવેન્દુ અધિકારી આ પછી મને મળવા માટેની કોઈપણ વાત કર્યા વિના પરત ચાલ્યા ગયા હતા..

(8:20 pm IST)