Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ફૂટપાથ ઉપર રહેતા બેઘર લોકો ઉપર સંક્રમણનો વધુ ખતરો : તેઓને વહેલી તકે વેક્સીન લગાવો : તામિલનાડુ સરકારને મદ્રાસ હાઇકોર્ટનો નિર્દેશ


તામિલનાડુ : મદ્રાસ  હાઇકોર્ટ તામિલનાડુ સરકારને નિર્દેશ કર્યો છે કે ફૂટપાથ ઉપર રહેતા બેઘર તથા અશક્ત લોકોને વહેલી તકે વેક્સીન લગાવો .આ લોકો ઉપર સંક્રમણનો વધુ ખતરો છે.

મુખ્ય ન્યાયાધીશ સંજીવ બેનર્જી અને ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિની ડિવિઝન બેંચે નિર્દેશ આપ્યો છે કે, આ નબળા લોકોને 'તાત્કાલિક રસીકરણ' માટે ઉમેદવાર માનવામાં આવે . તે માટે તમામ નિગમો, નગરપાલિકાઓ અને નગર પંચાયતોને કાર્યરત કરવા જોઈએ.

જાહેર હિતની અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે ફૂટપાથ ઉપર
 રહેતા બેઘર અને નોંધણી વગરના લોકોને કોરોના રસી આપવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કારણ કે આવા લોકોને કોરોના ચેપનું જોખમ વધારે છે. સમાજ કલ્યાણ અને પૌષ્ટિક ભોજન કાર્યક્રમ વિભાગમાં સરકારના અગ્ર સચિવ દ્વારા દાખલ કરેલા સ્ટેટસ રિપોર્ટના આધારે કોર્ટ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી . જેના આધારે નામદાર કોર્ટે ઉપરોક્ત નિર્દેશ કર્યો હતો તેવું એલ.એલ.એચ. દ્વારા  જાણવા મળે છે.

 

(7:08 pm IST)