Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ચીન ખૂબ જ ઝડપથી પરમાણુ હથિયારોની પોતાની ક્ષમતા વધારી રહ્ના છે જે ચિંતાજનક, હથિયારોની સ્પર્ધાના કારણે અસ્થિરતા ઉભી થવાનો ખતરોઃ અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસનું નિવેદન

વોશિંગ્ટનઃ અમેરિકાએ કહ્યું છે કે ચીન ખુબ જ ઝડપી પરમાણું હથિયારોની પોતાની ક્ષમતા વધારી રહ્યું છે જે ચિંતાનો વિષય છે.

અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે ચીનને અપીલ કરી છે કે, હથિયારોની સ્પર્ધાના કારણે અસ્થિરતા ઉભી થવાનો ખતરો બનેલો છે અને તેને ઓછો કરવા માટે ચીનને વાત-ચીતમાં સામેલ થવું જોઈએ.

તેમને કહ્યું કે, એવું લાગે છે કે, ચીન દશકાઓ જૂની તે પરમાણુ રણનીતિથી ભટકી રહ્યું છે જે અનુસાર તે કોશિશ કરવી જોઈએ કે ગતિરોધ ઓછામાં ઓછું થાય.

હાલમાં વોશિંગ્ટન પોસ્ટમાં એક રિપોર્ટ પ્રકાશિત થયો છે કે જે અનુસાર ચીન ઉત્તર-પશ્ચિમ શહેર યુમેન પાસે એક રણમાં પરમાણું મિસાઈલો રાખવા માટે સૌથી વધારે નવા ગોડાઉનોનું નિર્માણ કરી રહ્યા હતા.

સમાચાર અનુસાર કૈલિફોર્નિયા સ્થિત ગ્રુપ ધ જેમ્સ માર્ટિન સેન્ટર ફોર નોનપ્રોલિફરેશન સ્ટડીઝના અધ્યન પર આધારિત હતો.

નેડ પ્રાઈસે કહ્યું, “આ રિપોર્ટ અને આવી રીતે ડેવલપમેન્ટ આવી રીતનો ઈશારો કરે છે કે ચીનના પરમાણુ હથિયારોનો ખજાનો પહેલા જેવી રીતે વિચારવામાં આવ્યું હતુ તેના કરતાં વધારે તેજીથી વધવા લાગ્યો છે. તે ચિંતાનો વિષય છે. આ ચીનની મંશા પર પ્રશ્ન ઉભા કરે છે અને તે પણ પરમાણુ હથિયારોના કારણે ઉભા થનારા ખતરાને ઓછો કરવા માટે કેવી વ્યવહારિક રીતો અપનાવવામાં આવે.

(5:01 pm IST)