Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

એક કલાકનો યોગનો પરિશ્રમ ર૩ કલાકનો વિશ્રામ આપે છેઃ પૂ. મોરારીબાપુ

'માનસ દેવપ્રયાગ' ઓનલાઇન શ્રીરામ કથાના સાતમા દિવસે પૂ. રામદેવબાબાની ઉપસ્થિતી

પૂ. મોરારીબાપુના વ્યાસાસને આયોજીત શ્રીરામ કથામાં યોગગુરૂ પૂ. રામદેવબાબા ઉપસ્થિત રહ્યા હતા તે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. ર :.. 'દરરોજ એક કલાકનો યોગનો પરિશ્રમ કરવાથી દિવસનાં ર૩ કલાકનો વિશ્રામ મળે છે' તેમ પૂ. મોરારીબાપુએ ઓનલાઇન 'માનસ દેવપ્રયાગ' શ્રીરામકથાના સાતમા દિવસે જણાવ્યું હતું.  આજે શ્રીરામ કથામાં યોગગુરૂ પૂ. રામદેવબાબા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવચનનો લાભ આપ્યો હતો.

ગઇકાલે શ્રીરામ કથાનાં પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે, ભરોસા સાથે કહું છું કે પૂનર્જન્મ પણ છે અને પૂર્વજન્મ પણ છે પણ કેટલીક વાતો સિધ્ધ નથી કરી શકાતી પરંતુ અંતઃકરણની પ્રવૃતિ પ્રમાણ છે. અહીં પૂર્વજન્મ પણ હતો આ આખી શ્રેણી છે અહીં આવતા-જતા રહીએ છીએ. હા, જેને મુકિત મેળવી છે એની વાત ઓર છે પણ નરસિંહ મહેતાની રચના હરિના જન તો મુકિત ન માંગે... મારું અને તમારું મિલન કોઇ નવું નથી, આપણે પહેલા પણ મળ્યા છીએ અને કૃષ્ણ અંતિમ પ્રમાણ છે, જયારે અર્જુન પૂછે છે કે આપે આ યોગ સૂર્યને, મનુને અને એ પહેલાં અનેક પૂર્વજોને સંભળાવ્યો ત્યારે કૃષ્ણ કહે છે કે તારા અને મારા કંઇક જન્મો ગયા છે તું વાછરડો છો હું ગાય છું મને યાદ છે તને યાદ નથી. એટલે હું પ્રમાણ નહીં દઇ શકું પરંતુ હું કહું છું કે પહેલાં પણ હતો અને કદાચ કથા ગાન કરતો હતો અને આગલા જન્મમાં પણ માનસ લઇને જન્મીશ, આ શિવસંકલ્પ છે, પરમાત્માએ સૃષ્ટિ બનાવી પરમાત્માને કોણે બનાવ્યો ? પરમાત્માને પ્રેમ એ બનાવ્યો છે.

(3:55 pm IST)