Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ક્રિકેટની દુનિયામાં BCCI સૌથી ધનાઢય બોર્ડઃ અધધ... રૂ.૩,૭૩૦ કરોડની સંપત્તિ

ઓસ્ટ્રેલીયા પાસે રૂ.૨,૮૪૩ કરોડ, ઈંગ્લેન્ડ રૂ.૨,૧૩૫ કરોડ અને શ્રીલંકા બોર્ડ પાસે માત્ર રૂ.૧૦૦ કરોડ

નવીદિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ભારત ધનાઢય દેશોમાં મોખરે છે. ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વના તમામ ક્રિકેટ બોર્ડ ઉપર રાજ કરે છે. જો કે બીસીસીઆઈ અન્ય દેશોને બોર્ડને સહાય પણ પૂરી પાડતુ હોય છે.

૨૦૨૦-૨૧ આંકડા મુજબ બીસીસીઆઈ રૂ.૩,૭૩૦ કરોડ સાથે ટોચના સ્થાને છે. જયારે ઓસ્ટ્રેલીયા રૂ.૨,૮૪૩ કરોડ સાથે બીજા, ઈંગ્લેન્ડ રૂ.૨,૧૩૫ કરોડ સાથે ત્રીજા, પાકિસ્તાન રૂ.૮૧૧ કરોડ સાથે ચોથા, બાંગ્લાદેશ ૮૨૦ કરોડ સાથે પાંચમાં, સાઉથ આફ્રિકા રૂ.૪૮૫ કરોડ સાથે છઠ્ઠા, ન્યુઝીલેન્ડ રૂ.૨૧૦ કરોડ સાથે સાતમાં, વેસ્ટ ઈન્ડિઝ ૧૧૬ કરોડ સાથે આઠમાં, ઝીમ્બાબ્વે રૂ.૧૧૩ કરોડ સાથે નવમાં અને શ્રીલંકા રૂ.૧૦૦ કરોડ સાથે અંતિમ દસમાં સ્થાને છે.

(3:50 pm IST)