Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

રાજસ્થાનના ખેડુતો વરસાદના અભાવે માથે ઓઢી રોવે છેઃ કેટલાય જીલ્લાઓમાં વાવણી નિષ્ફળ ગઇ

સરહદી રાજયની હાલત કફોડીઃ ગુજરાતમાં પણ વરસાદ ખેંચાતા અનેક જીલ્લાના ખેડુતોના કપાળ ઉપર ચિંતાની લાગણી સ્પષ્ટ દેખાઇ રહી છે

જયપુર, તા., ૨: શરૂઆતનો વરસાદ   સંતોષજનક પડતા આનંદભેર વાવણી કરી ચુકેલા રાજસ્થાનના ખેડુતો માટે બિયારણ બચાવવું ભારે પડી રહયું છે. સતત વધતો ગરમીનો પારો અને વરસાદના અભાવથી  પ૦ ટકા વાવણી નિષ્ફળ ગઇ છે. તો બીજી બાજુ ૬૦ ટકા વાવણી હદ બહારની ગરમીથી  નિષ્ફળ ગઇ છે. શેખાવાટી, હાડગુજરાતમાં શરૂઆતનો વરસાદ પડયા પછી જગતનો તાત આકાશ સામે મીટ માંડી બેઠો છે પરંતુ મેઘરાજાની કૃપા જુન મહીનો વિતી જવા છતાં થઇ નથી.  રાજયના અમુક જીલ્લાઓમાં સિંચાઇ આધારીત વાવેતર થયું હોવાથી ખેડુતોને ચિંતા નથી પરંતુ જે જીલ્લાઓમાં વરસાદ આધારીત ખેતી છે અને પહેલા વરસાદમાં  ખેડુતો વાવણી કરી બેઠા છે તેમની હાલત ભારે દયનીય છે. એક-બે દિવસમાં જ જો વરસાદ ન થયો તો વાવેતર નિષ્ફળ જશે.

શેખાવાટી, હાડૌતી, ભીલવાડા, અજમેર, ચિતોડગઢ, પ્રતપગઢ, ટોંક-દૌસા, સવાઇ માધોપુર, જોધપુર-અલવરના ખેડુતો બેહાલ બન્યા છે. ચુરૂ, ઝુંઝુનુ અને શિકરમાં આ વખતે મગફળી, બાજરો, મગનું વાવેતર આખા જીલ્લામાં અત્યાર સુધીમાં બે વખત વાવણી થઇ ચુકી છે. પહેલી વાવણીમાં લગભગ ૬૦ ટકા તો બીજી વાવણીમાં ૪૦ ટકા વાવેતર બળી ચુકયું છે. શિકર જીલ્લામાં આ વખતે  ખરીફ સીઝનમાં મગફળીનું વાવેતર વધારે કરવામાં આવ્યું હતું. જુનમાં  ખેતરોમાં થયેલું વાવેતર બળવા લાગ્યું છે. જયાં વાવેતર ઉગ્યુ઼ છે ત્યાં બળવા લાગ્યું છે. ઝાલાવાડ અને કોટા જીલ્લામાં શરૂઆતના વરસાદથી સોયાબીનની વાવણી ખેેડુતોએ મોંઘુ બિયારણ વાવી દીધું. પરંતુ ચોમાસાએ રૂખ બદલતા વાવેતર નિષ્ફળ ગયું છે. કેટલીય જગ્યાએ બિયારણ ઉગ્યું જ નથી.

ભીલવાડામાં ર૯ હજાર હેકટરમાં મકાઇ  અને રપ હજાર હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. વરસાદ ન પડવાથી જમીન શેકાઇ ગઇ છે. બિયારણ અને ખાતર ખરાબ થઇ ગયું છે. પહેલા વરસાદ પછી બીજો વરસાદ નહી પતા મકાઇ, કપાસ, મગફળી સહીત તમામ બિયારણ નિષ્ફળ ગયું છે.

પ્રતાપગઢ જીલ્લામાં વાવણી ચાલી રહી છે. જીલ્લાનું  કુલ લક્ષ્ય ૧,૮૭,૧પ૦ હેકટરનુ઼ છે જેની સામે ૧,ર૦,૧૩૦ હેકટરમાં વાવણી થઇ ચુકી છે. શરૂઆતના સારા વરસાદને કારણે વાવણી પછી પાકનું ચિત્ર અત્યારે સારૂ દેખાઇ રહયુ઼ છે. અત્યારે ખેડુતો નિંદામણનું કામ કરી રહયા છે.

જોધપુરમાં સૌથી વધુ વાવણી બાજરા અને મગની થઇ છે. પ્રિ-મોન્શુન વાવણી ૮૦૦૦ હેકટરમાં થઇ ચુકી છે. જે બળી જવાની અણી ઉપર છે. કપાસ સહીત કેટલુંય વાવેતર બળી જાય તેવી શંકા છે. ૯૦,૦૦૦ હેકટરમાંથી ર૦ ટકા વાવણી બળી ગઇ છે.

ટોંક-દૌસા-સવાઇ માધોપુરમાં જો વરસાદ ન થયો તો ખેડુતોની હાલત બદતર થઇ જશે. ટોંક જીલ્લામાં આ વખતે અડદનું ૭૮,૦૦૦ હેકટરથી વધુમાં વાવેતર થયું હતું. એક-બે દિવસમાં વરસાદ નહી થાય તો વાવેતર બગડી જશે. દૌસા જીલ્લામાં ચોમાસુ મકાઇ, બાજરો, મગફળી અને ગવારનો પાક સુકાઇ ગયો છે. સવાઇ માધોપુર વિસ્તારમાં બાજરો ૬પ,૦૦૦ હેકટરમાં છે. વરસાદ નહી પડયો તો તે પણ બળી જશે.

ઉલ્લેખની છે કે ગુજરાતમાં પણ વરસાદ ખેંચાતા અનેક જીલ્લાના ખેડુતોના કપાળ ઉપર ચિંતાની લાગણી સ્પષ્ટ દેખાઇ રહી છે.

(3:24 pm IST)