Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

જોધપુરઃ જંગલી કુતરાઓએ ફાડી ખાધેલા હરણને બચાવા ફરસારામ બે કીલોમીટર દોડયો

જોધપુરઃ ઇજાગ્રસ્ત હરણને ખંભા ઉપર લઇ એક શખ્સ દોડતો હોય અને તેની સાથે એક મહિલા અને યુવક દોડતા હોય તેવી તસ્વીર સોશ્યલ મીડીયા ઉપર વાયરલ થઇ હતી. આ હરણને જંગલી કુતરાઓએ ખરાબ રીતે ફાડી ખાધુ હોવાથી લોહીથી લથબથ બન્યું હતું. જેને બચાવવા માટે રાજસ્થાનના જોધપુર જીલ્લાના બુધ્ધનગર ગામનો યુવક ઇજાગ્રસ્ત હરણને લઇને સારવાર અપાવવા માટે બે કિલોમીટર દોડયો હતો. આ પહેલા હરણને ખેતરમાં કુતરાઓથી ઘેરાયેલું જોઇને લાછી દેવી નામની મહિલાએ બુમાબુમ કરી કુતરાઓને ભગાડી દીધા હતા. હાંકલા પડકારા સાંભળી ફરસારામ, અરવિંદ અને અનિલ નામના યુવકો આજુબાજુમાંથી દોડી આવ્યા હતા. ઘાયલ હરણની હાલત ખરાબ જોઇ ફરસારામે તેને પોતાના ખભ્ભા ઉપર લાદી દીધું હતું અને બે કિલોમીટર દુર આવેલા ગામ સુધી દોડયો હતો. વન વિભાગની રેસ્કયુ ટીમે પાછળની તેની સારવાર શરૂ કરી હતી.

(3:23 pm IST)