Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ધુપ છાવ બફારા સાથે વરસાદ ખેંચાતાં સૌરાષ્ટ્ર-કચ્છનો ખેડૂ ચિંતામાં મુકાયો, પાક નિષ્ફળ જવાનો મોટો ભય સર્જાયો, સાર્વત્રિક વરસાદની રાહમાં ** પેટ્રોલના ભાવમાં ફરી ભડકો, આજે ૩૫થી ૪૦ પૈસા ભાવ વધારો થયો, ડીઝલના ભાવ સ્થિર. ** અમેરિકા અને બ્રાઝિલ પછી ભારત હવે કોરોનાના મૃત્યુઆંકમાં ત્રીજા ક્રમે પહોંચ્યું છે, ભારતમાં કોરોના મૃત્યુ આંક ચાર લાખને પાર કરી ગયો. ** કોરોનામા બ્રેક પછી સેંકડો વિદ્યાર્થીઓની લેફ્ટ રાઈટ, આવતા ત્રણ મહિનામાં ૧૨ પરીક્ષા લેવાશે. ** ૧૯૭ ટ્રેનનું ખાનગીકરણ થશે, પ્લેટફોર્મ ટીકીટના દર સર્વત્ર રૂપિયા ૧૦ થી વધીને ૫૦ થશે. ** જમ્મુના અરનિયા સેક્ટરમાં વળી ડ્રોને દેખા દીધી, ૨૦ થી ૨૫ રાઉન્ડ ફાયરિંગ. ** મમતા સરકારની મુશ્કેલી વધી શકે છે, રાષ્ટ્રપતિ શાસન લાદવાની અરજી ઉપર સુનાવણી માટે સુપ્રીમ તૈયાર. ** મરાઠા અનામતને ઝટકો, સુપ્રિમ કોર્ટે કેન્દ્રની પુનર્વિચારણા અરજી ફગાવી દીધી ** દિલ્હીની ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા, ૯૦ વર્ષ પછી સૌથી ગરમ ઉષ્ણતામાન..

(1:07 pm IST)