Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મહારાષ્ટ્ર સ્ટેટ કો.ઓપરેટીવ બેંક ગોટાળો

ઇડીએ અજીત પવારના સગાની સુગર મીલ સીઝ કરી

મુંબઇ, તા.,ર : ઇડીએ મહારાષ્ટ્ર સ્ટેટ કો.ઓપરેટીવ બેંક ગોટાળામાં એક સુગર મીલ સીઝ કરી છે. જો કે આ મીલની માલીકી કોની છે તેનો ખુલાસો થયો નથી પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ સુગર મીલ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારના એક સગાની છે. ઇડી ઓફીસરોએ ગુરૂવારે જારંદેશ્વર સુગર મીલને અચોક્કસ મુદત સુધી બંધ કરી દીધી છે. આ ગોટાળામાં તપાસનીસ એજન્સી તરફથી આ પહેલી કાર્યવાહી છે.

જુદા-જુદા ૪ અરજદારોએ બોમ્બે હાઇકોર્ટમાં એક જાહેર હીતની અરજી કરતા  મહારાષ્ટ્ર સ્ટેટ કો.ઓપરેટીવ બેંકનો ગોટાળો સપાટી ઉપર આવ્યો હતો. અરજદારોનો આરોપ હતો કે સુગર મીલો (ખાંડસરી)એ  કરોડો રૂપીયાનુંં દેવુ ચુકવ્યું નથી. ત્યાર બાદ ગોટાળો કરી મીલોની હરરાજી કરી નાખવામાં આવી હતી. જેમાં મીલો કેટલાક પદાધિકારીઓ અને રાજકારણીઓને વેચી દેવામાં આવી હતી.

(12:50 pm IST)