Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ભારતની ટીમ બી સાથે રમવું શ્રીલંકા ક્રિકેટ બોર્ડ માટે અપમાનની વાત છે: અર્જૂન રણતુંગાએ ધોકો પછાડ્યો

રણતુંગાએ કહ્યું -બીજા નંબરની ભારતીય ટીમની મેજબાની કરવા માટે સહમત થવું કોઈ અપમાનથી ઓછું નથી.

મુંબઈ : ભારત અને શ્રીલંકા વચ્ચે આ મહિને વન-ડે અને ટી 20 શ્રેણી રમાવવા જઈ રહી છે. શ્રીલંકાના આ પ્રવાસની શરુઆત ટીમ ઇન્ડિયા 13 જુલાઈએ કરશે પહેલા વનડે મેચ રમશે પરંતુ સિરિઝની શરુઆત પહેલા શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગાએ પોતાના ક્રિક્ટે બોર્ડને ફટકાર લગાવી છે. વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનનું કહેવું છે કે બીજા નંબરની ભારતીય ટીમની મેજબાની કરવા માટે સહમત થવું કોઈ અપમાનથી ઓછું નથી.

શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમમાં ના તો વિરાટ કહોલી હશે ના તો ઉપ કેપ્ટન રોહિત શર્મા હશે. આ દરેક ખેલાડીઓ અત્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે. આવી સ્થિતિમાં શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની કમાન શિખર ધવનને સોંપવામાં આવી છે. આ ટીમમાં પૃથ્વી શો, ઋતુરાજ ગાયકવાડ અને ચેતન સકારિયા જેવા યુવા ખેલાડીઓ છે.

રણતુંગાએ પોતાના આવાસ ઉપર સંવાદદાતાઓ સાથે વાત કરતા કહ્યું કે આ બીજા નંબરની ભારતીય ટીમ છે અને તેમનું એ માનવું છે તેમનું અહીં આવવું અમારી ક્રિકેટનું અપમાન છે. અમે વર્તમાન પ્રસાસન ઉપર ટેલીવિઝન માર્કેટિંગની જરૂરતોના કારણે તેમની સાથે રમવા માટે સહમત થવાનો આરોપ લગાવું છું.

શ્રીલંકાને 1996 વનડે વિશ્વ ખિતાબ અપાવનાર આ મહાન બેટ્સમેને કહ્યું કે ભારતે પોતાની સર્વશ્રેષ્ઠ ટીમ ઇંગ્લેન્ડ મોકલી અને નબળી ટીને અહીં મોકલી દીધી છે. હું આના માટે પોતાના બોર્ડને દોષી ગણાવું છું.

રણતુંગાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રીલંકાઈ ટીમમાં અત્યારના ખરાબ પ્રદર્શન અંગે પણ વાત કરી હતી. શ્રીલંકાએ છેલ્લા મહિનાઓમાં ઇંગ્લેન્ડથી 3-0થી હાર્યા બાદ સતત પાંચમી ટી20 શ્રેણી ગુમાવી છે.

(12:36 pm IST)