Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

શશી થરુરે પીએમ મોદીની દાઢીનો કર્યો ઉલ્લેખ : તેમના શબ્દકોશમાંથી નવો શબ્દ બહાર આવ્યો

કોંગ્રેસનાં સાંસદ શશી થરૂર Pogonotrophy નામના એક નવો શબ્દને લઈને ફરી ચર્ચામાં

નવી દિલ્હી : કોંગ્રેસનાં સાંસદ શશી થરૂર હંમેશા પોતાની અંગ્રેજીને લઇને ચર્ચામાં રહે છે. હવે શશી થરૂરનાં શબ્દકોશમાંથી Pogonotrophy નામનો એક નવો શબ્દ બહાર આવ્યો છે. જેનો અર્થ છે દાઢી ઉગાડવી. શશી થરુરે આ શબ્દ વિશે ટ્વીટ કરીને વડાપ્રધાન  મોદીની દાઢીનો ઉલ્લેખ કર્યો છે.

કોંગ્રેસનાં નેતા શશી થરૂરે વડા પ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. શશી થરૂરે એક ટ્વિટર યુઝર્સનાં સવાલનાં જવાબ આપતી વખતે આ કટાક્ષ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમના મિત્રએ તેમને નવો અંગ્રેજી શબ્દ શીખવાડ્યો છે, જેનો અર્થ દાઢી ઉગાડવાનો છે. શશી થરૂરે એક વાક્યમાં આ શબ્દનો ઉપયોગ કરતાં કહ્યું કે, વડા પ્રધાન મોદી મહામારી દરમ્યાન દાઢી ઉગાડતા રહ્યા.

પ્રિયા આનંદ નામનાં એક ટ્વિટર યુઝરે શશી થરૂરને ટ્વીટ કરીને કહ્યું હતું કે, તે લાંબા સમયથી અંગ્રેજીનો નવો શબ્દ શીખવાની રાહ જોઈ રહી છે. ટ્વિટર યુઝરે કહ્યું કે, તમારા અદભૂત ભાષણો ઉપરાંત હું ઘણા લાંબા સમયથી નવા શબ્દની રાહ જોઈ રહી છું.

(12:22 pm IST)