Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

UAEના પૂર્વ કેપ્ટન સહિત બે ક્રિકેટરો પર ICCએ આઠ વર્ષનો લગાવ્યો પ્રતિબંધ : મેચ ફિક્સિંગનો હતો આરોપ

વર્ષ 2019માં રમાયેલ T20 વિશ્વકપમાં બંને ક્રિકેટરોએ ભારતીય સટ્ટોડીયા સાથે મળીને ફિક્સીંગનો પ્રયાસ કર્યો હતો

નવી દિલ્હી :UAE માં એક તરફ T20 વિશ્વકપના આયોજન સ્થળ તરીકે પસંદ કર્યાનો આનંદ વર્તાઇ રહ્યો છે. ત્યાં જ UAE ક્રિકેટના 2 ખેલાડીઓ પર ICC એ મેચ ફિક્સીંગની કોશિષ બદલ 8 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.UAEના પૂર્વ કેપ્ટન સહિત બે ક્રિકેટરોને મેચ ફિક્સીંગના આરોપો હેઠળ આઇસીસીએ પ્રતિબંધ લગાવ્યો હતો.

 UAEના બંને ક્રિકેટરો આમીર હયાત, અને અશ્ફાક અહમદ દોષીત જણાઇ આવ્યા હતા. આઇસીસી ટી20 વિશ્વકપ ક્વોલીફાઈ મેચ ફિક્સીંગના પ્રયાસ કરવાની કોશીષમાં સામેલ હોવાનુ જણાઇ આવ્યુ હતુ. જેને લઇ બંને ક્રિકેટરો પર 8 વર્ષનો પ્રતિબંધ લગાવવામા આવ્યો હતો.

વર્ષ 2019 ના દરમ્યાન રમાયેલ T20 વિશ્વકપમાં બંને ક્રિકેટરોએ, ભારતીય સટ્ટોડીયા સાથે મળીને ફિક્સીંગનો પ્રયાસ કર્યો હતો. જે ફિક્સીંગ કરવાનો પ્રયાસ ક્વોલીફાયર મેચો ને લઇને કરવામાં આવ્યો હતો. એમ આઇસીસી દ્વારા જાણકારી આપવામાં આવી છે. બંને દોષીત ક્રિકેટરોની સજાને 13 સપ્ટેમ્બર 2020 થી લાગુ કરાવમાં આવી છે. આમ હજુ સાત વર્ષ બંને એ ક્રિકેટ થી પ્રતિબંધીત રહેવુ પડશે.

બંને ક્રિકેટરો 5 જેટલા આરોપોમાં દોષીત જણાઇ આવ્યા હતા. જેમાં આમીર ઝડપી બોલર છે, જ્યારે અશ્ફાક બેટ્સમેન છે. આઇસીસી મુજબ તેઓ, ભ્રષ્ટાચાર સંબંધીત સંપર્ક કરવાનો ખુલાસો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. અયોગ્ય પ્રકારે મેચના પરીણામને પ્રભાવિત કરવા, 750 અમેરીકન ડોલર થી વધુની ભેટ સ્વિકાર કરવા જેવા કારણોમાં દોષીત ઠર્યા છે. આઇસીસી એ ભારતીય સટ્ટોડીયાને આરોપ પત્રમાં મિસ્ટર વાય તરીકે ઓળખાવ્યો છે.

આઇસીસીએ ક્રિકેટમાંથી ભ્રષ્ટાચાર દુર કરવાને લઇને પોતાના અભિયાનને વધુ તેજ બનાવી દીધુ છે. અનેક ખેલાડીઓ અને પૂર્વ ખેલાડીઓ શંકાસ્પદ ભૂમીકામાં જણાતા, તપાસ બાદ સજા ભોગવી ચુક્યા છે. હયાત અને અશ્ફાક બંને મૂળ પાકિસ્તાની છે અને તેઓ UAE વતી ક્રિકેટ રમતા હતા. આઇસીસી એ તેમના નિર્ણય દરમ્યાન ઉલ્લેખ કર્યો છે કે, હયાત ચાર અને અશ્ફાકે ત્રણ ભ્રષ્ટાચાર વિરોધી શૈક્ષીક સત્રમાં ભાગ લીધો હતો.

(12:01 pm IST)