Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

યુપીમાં માનવતાને કરતો કિસ્સો : 15 હજાર માટે હોસ્પિટલમાં અઢી મહિના સુધી પડ્યો રહ્યો મૃતદેહ

મૃતકની પત્નીની પાસે હોસ્પિટલને આપવા માટે પૈસા નહતા : અઢી મહિના બાદ એનજીઓની મદદથી અગ્નિસંસ્કાર કરાયા

યુપીના હાપુડ જિલ્લામાં હેલ્થ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. લગભગ અઢી મહિના સુધી કોરોના પોઝિટીવનો મૃતદેહ હોસ્પિટલમાં પડી રહ્યો. અંતે એનજીઓની મદદથી તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. મામલો સિટી કોતવાલી વિસ્તારનો છે. મૃતક યુવક એપ્રિલ મહિનામાં કોરોના પોઝિટીવ થયો હતો. સારવાર માટે તેને મેરઠ રેફર કરવામાં આવ્યો હતો. મેરઠમાં સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થઈ ગયું હતું.

  હોસ્પિટલની તરફથી મૃતકની પત્નીને મૃતદેહ આપવા માટે 15 હજાર માંગવામાં આવી રહ્યા હતા. મૃતકની પત્નીની પાસે હોસ્પિટલને આપવા માટે પૈસા ન હતો. પૈસા ભેગા કરવા માટે તે હાપુડ અવી ગઈ. અહીં પણ વાત ન બનતા તે પોતાના બન્ને બાળકોને સાથે પોતાના ગામ પહોંચી ગઈ. આ રીતે મૃતદેહને હોસ્પિટલમાં મુકી રાખે અઢી મહિના પસાર થઈ ગયા.

  જ્યારે અઢી મહિના બાદ પણ કોઈ મૃતદેહ લેવા ન આવ્યું તો મૃતદેહને મેરઠ હોસ્પિટલે હાપુડ સ્વાસ્થ્ય વિભાગને મોકલી દીધો. હાપુડ સ્વાસ્થ્ય વિભાગે ત્રણ દિવસ પહેલા મૃતદેહને જીએસ મેડિકલ કોલેજમાં મુકી દીધો અને પ્રસાશનના સહયોગ દ્વારા પરિવારને શોધવા લાગ્યા. જ્યારે પરિવારની જાણ થઈ તો પરિવારને તે મૃતદેહ સોંપી દેવામાં આવ્યો અને એનજીઓના માધ્યમથી મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

(11:40 am IST)