Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ચીફ જસ્ટીસ એન.વી.રમણની સ્પષ્ટ વાત

મેડીકલ સેકટર પર ધ્યાન નથી આપતી સરકારઃ અન્યની ભૂલનો ભોગ બને છે ડોકટરો

નવી દિલ્હી, તા.૨: ભારતના ચીફ જસ્ટીસ એન વી રમણે ગુરૂવારે કહયુ કે ભારત સરકાર મેડીકલ સેકટર પર ધ્યાન નથી આપી રહી. તેમણે કહયું કે અન્ય કોઇની નિષ્ફળતાની સજા છેવટે આરોગ્ય કર્મીઓએ ભોગવવી પડે છે. વર્લ્ડ ડોકટર ડેના અવસરે આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહયું કે મેડીકલ સંસ્થાઓ અને સરકારની સંબંધીત એજન્સીઓએ આ બાબતે આગળ આવીને આ વિષય પર ખુલીને વાત કરવી જોઇએ. ત્યારે જ આપણે ડોકટરોને ૧ જુલાઇ (ડોકટર્સ ડે) એ ખુશ કરી શકીએ.

પોતાના ભાષણમાં ડોકટરો માટે આભાર વ્યકત કરતા તેમણે કહયું કે કોરોના લોકોને બચાવવામાં ૭૯૮ ડોકટરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જસ્ટીસ રમણે કહયું કે તે હૃદપુર્વક એ ડોકટરો અને આરોગ્ય કર્મીઓ માટે પ્રાર્થના કરે છે, જેમણે લોકોની સેવા કરતા કરતા જીવ ગુમાવ્યો. તેમના પરીવાર માટે તેમને ઉંડી સહાનુભૂતિ છે.

  • જસ્ટીસ રમણે સરકાર સમક્ષ મુકેલા વિચારણીય પ્રશ્નો

. ડયુટી પર તહેનાત ડોકટરો પર અવારનવાર હુમલાઓ થાય છે. બીજાની નિષ્ફળતા માટે ડોકટરોને કેમ નિશાન બનાવાયા છે?

. દેશનું મેડીકલ સેકટર પ્રોફેશનલ, સંસાધનો, દવા અને આધુનિક ટેકનોલોજીની અછત ભોગવે છે.

. ફેમીલી ડોકટરોની પરંપરા ખતમ થઇ રહી છેઃ કોર્પોરેટની નફાખોરીની જવાબદારી ડોકટરો પર કેમ નાંખવામાં અવો છે?

. એક યોગ્ય ડોકટર પોતાની હોસ્પિટલ શરૂ કરવા માટે પોતાને સક્ષમ નથી બનાવી શકતો. ૮-૯ વર્ષ સુધી મહેનતપુર્વક અભ્યાસ કર્યા પછી તેણે સારૂ વેતન મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે.

(11:07 am IST)