Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખાયું પાકિસ્તાની હેક્સાકોપ્ટર ડ્રોન:જવાનોએ કર્યું ફાયરિંગ

આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અરનિયા સેક્ટરમાં (Arnia Sector) એક પાકિસ્તાની ડ્રોન (Pakistani Drone) જોવા મળ્યું હતું. બીએસએફ જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ ડ્રોન પાકિસ્તાનની સરહદ તરફ પાછું ગયું હતું. બીએસએફએ કહ્યું કે જવાનોને આજે સવારે લગભગ 4:25 કલાકે પાકિસ્તાની હેક્સાકોપ્ટર ડ્રોન દેખાયું હતું.

આ પછી સરહદ પર તૈનાત બીએસએફના જવાનોએ ડ્રોન પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હેક્સાકોપ્ટર ડ્રોન ફાયરિંગ કરતા તરત જ પાકિસ્તાન તરફ ગયું હતું.

આ ઘટના અંગે બીએસએફ તરફથી એક સત્તાવાર નિવેદન આવ્યું છે. બીએસએફ જણાવ્યું હતું કે, ‘બીએસએફ જવાનોએ સવારે 4:25 વાગ્યે પાકિસ્તાનના નાના હેક્સાકોપ્ટર ઉપર ફાયરિંગ કર્યું હતું. તે અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ ફાયરિંગ પછી ડ્રોન તરત પરત ફર્યું હતું. અમારું માનવું છે કે તે વિસ્તારને મોનિટર કરવા માટે મોકલવામાં આવ્યો હતો.

બીજી તરફ, એરફોર્સ સ્ટેશન પર હુમલો થયાના ચાર દિવસ પછી ફરીથી ડ્રોન જોવા મળ્યું હતું. ડ્રોનને બુધવારે રાત્રે 12:45 વાગ્યે એરબેઝ ઉપર જોયું હતું. એનએસજી કમાન્ડોએ કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રોન ગાયબ થઈ ગયું હતું. વાયુ સેનાના વહીવટ દ્વારા તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આશંકા છે કે નજીકથી કોઈ તેનું સંચાલન કરી રહ્યું છે.

(10:44 am IST)