Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

દિલ્હીની ગરમીએ તોડયા તમામ રેકોર્ડઃ ૯૦ વર્ષ પછી સૌથી ગરમ તાપમાન

૧ જુલાઇ ૧૯૩૧એ ૪૫ ડિગ્રી, ૫ જુલાઇ ૧૯૮૭એ ૪૩.૫ ડિગ્રી, ૨ જુલાઇ ૨૦૧૨એ ૪૩.૫ ડિગ્રી, ૧ જુલાઇ ૨૦૨૧એ ૪૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું : પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને યૂપી જેવા ઉત્તરના રાજયોમાં આગામી બે દિવસ લૂ રહેવાની સંભાવનાઃ દિલ્હીવાસીઓએ હજુ થોડા દિવસ કાળઝાળ ગરમી સહન કરવી પડશેઃ મોસમ વિભાગ મુજબ ઉત્તરના અનેક રાજયોમાં મોનસૂન બેસવામાં સમય લાગશે

નવી દિલ્હીઃ દેશના અનેક રાજયોમાં ચોમાસાનું આગમન થઇ ચૂકયું છે, એવામાં યૂપી-દિલ્હી સહિત ઉત્ત્।ર ભારતના અનેક રાજયોમાં કાળઝાળ ગરમી કહેર વર્તાવી રહી છે. મોસમ વિભાગે પણ આગાહી કરી છે કે હાલ પૂરતી આ ગરમીમાંથી રાહત મળવી મુશ્કેલ છે. IMDએ ગુરુવારે કહ્યું કે, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્ત્।ર પ્રદેશ જેવા ઉત્ત્।રમાં વસેલા રાજયોમાં આગામી બે દિવસ લૂ રહેવાની સંભાવના છે.

IMDએ જણાવ્યું કે, જમ્મુમાં અલગ-અલગ સ્થળો પર ભીષણ ગરમી રહી, જયારે ગુરુવારે રાજધાની દિલ્હીમાં ગરમીએ પાછળના રેકોર્ડે બ્રેક કરતાં ૯૦ વર્ષ પછી જુલાઇમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ગુરુવારે દિલ્હીનું તાપમાન ૪૩.૬ ડિગ્રી સેલ્સિયલ નોંધાયું હતું. મોસમ વિભાગ મુજબ ૧ જુલાઇ ૧૯૩૧એ ૪૫ ડિગ્રી, ૫ જુલાઇ ૧૯૮૭એ ૪૩.૫ ડિગ્રી, ૨ જુલાઇ ૨૦૧૨એ ૪૩.૫ ડિગ્રી, ૧ જુલાઇ ૨૦૨૧એ ૪૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

IMDએ જણાવ્યું કે, પાકિસ્તાનથી ઉત્ત્।ર પશ્યિમ ભારત તરફ હીટ વેવ્સને લીધે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્ત્।ર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં લૂ અને ભીષણ ગરમી પડવાની સંભાવના છે.

હાલ દેશના અનેક રાજયોમાં વર્ષાઋતુ બેસી ચૂકી છે, પરંતુ ઉત્તર ભારતમાં મોનસૂનની સ્થિતિને લઇને આઇએમડીનું કહેવુ છે કે આ વિસ્તારોમાં મોનસૂન બેસવાની અનુકૂળતા થવાની સંભાવના હાલલ પૂરતી ઓછી છે. બીજી તરફ દક્ષિણ પશ્ચિમ મોનસૂને હરિયાણા, પંજાબના કેટલાક વિસ્તારો, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા રાજયોને છોડીને સમગ્ર દેશને કવર કરી લીધો છે.

આ વર્ષે દેશભરમાં મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદ સાથે ચોમાસાની શરુઆત થઇ હતી. કેટલાક અઠવાડિયા પહેલા મોનસૂન એટલું ઝડપી હતું કે, વિભાગે આગાહી કરી હતી કે ૧૫ જૂન સુધી વરસાદ દિલ્હી પહોંચી જશે. જે પછી મોસમમાં ફેરફારને લીધે વરસાદની સ્પીડ ઘટી ગઇ હતી.

(10:13 am IST)