Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

આજે ૩૫-૪૦ પૈસા ભાવ વધ્યોઃ ડિઝલના ભાવ સ્થિર

પેટ્રોલના ભાવમાં ફરી ભડકોઃ ચેન્નાઇ સહિત અનેક શહેરોમાં રૂ.૧૦૦નું લીટર

ભાજપે ભાવ વધારા બદલ કોંગ્રેસ સરકારને દોષિત ઠેરવી

નવી દિલ્હી, તા.૨: દેશમાં પેટ્રોલ ની કિંમતોમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલનો ભાવ વધાર્યો છે. જોકે, ડીઝલની કિંમત સ્થિર રાખવામાં આવી છે. આજે દિલ્હીમાં પેટ્રોલ ૩૫ પૈસા પ્રતિ લીટર મોંદ્યું થઈ ગયું છે. કોલકાતામાં ૪૦ પૈસા પ્રતિ લીટર મોંદ્યું થયું છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ ૯૯.૧૬ રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. ડીઝલ ૮૯.૧૮ રૂપિયા પ્રતિ લીટર પર જ છે. નોંધનીય છે કે, એક રિપોર્ટ આવી રહ્યો છે કે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધવાની છે. જેથી દેશમાં કિંમતોમાં સમયાંતરે વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં હળવી રાહત જોવા મળી છે.

નોંધનીય છે કે, છેલ્લા દોઢ મહિનાથી સતત વધારા બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર છે. આ ઉપરાંત દેશના અનેક શહેરોમાં કિંમતો ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલ ૧૦૫ રૂપિયાથી વધારે છે. પટના, ભોપાલ, રાજસ્થાન, જયપુર સહીત અનેક રાજયોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યું છે.

ભાજપાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન મહેશ શર્માએ કહયું કે દેશમાં ઇંધણની કિંમતોમાં વધારો પહેલાની કોંગ્રેસ સરકારની નીતિઓને કારણે થઇ રહયો છે. તેમણે એમ પણ કહયું કે ઇંધણના વધતા ભાવનોને રોકવાનું હવે કોઇ સરકાર અથવા પ્રધાનના નિયંત્રણમાં નથી. તેમણે કહયું કે સરકાર પુરતા પગલા લઇ રહી છે અને વિચારી રહી છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા કે નહીં.

કોરોનાના કારણે રાજયોમાં લાગેલા લોકડાઉનમાં ઢીલ મળતાની સાથે જ ભમારતમાં જૂન મહિનામાં ઇંધણની માંગમાં વધારો નોંધાયો છે. જેના લીધે પેટ્રોલનું વેચાણ મહામારીની પહેલાના સ્તરની નજીક

દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

દિલ્હી- પેટ્રોલ ૯૯.૧૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૧૮ રૂપિયા પ્રતિ લીટર છે, મુંબઈ- પેટ્રોલ ૧૦૫.૨૪ રૂપિયા અને ડીઝલ ૯૬.૭૨ રૂપિયા પ્રતિ લીટર છે, ચેન્નઈ- પેટ્રોલ ૧૦૦.૧૩ રૂપિયા અને ડીઝલ ૯૩.૭૨ રૂપિયા પ્રતિ લીટર છે, કોલકાતા- પેટ્રોલ ૯૯.૦૪ રૂપિયા અને ડીઝલ ૯૨.૦૩ રૂપિયા પ્રતિ લીટર છે.

(10:12 am IST)