Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

પંજાબ -રાજસ્થાનમાં હજુ કકળાટ પત્યો નથી ત્યાં કોંગ્રેસમાં નવી આફત :હવે છત્તીસગઢમાં વિખવાદ

કોંગ્રેસ શાસિત રાજ્યોમાં એક બાદ એક ખટરાગ : છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવની વચ્ચે અનેક મુદ્દે અસહમતી : કેરળમાં કકળાટ અને આસામમાં પણ અસંતોષ: સતા વાપસીની ચિંતા વચ્ચે અનેક રાજ્યોમાં અઢળક સમસ્યાઓ અને ટેન્શન:

નવી દિલ્હી : કોંગ્રેસ શાસિત રાજ્યોમાં એક બાદ એક ખટરાગ બહાર આવી રહ્યાં છે, પાર્ટી શાસિત રાજ્યોની સાથે તે રાજ્યોમાં પણ ઝઘડો વધી રહ્યો છે જ્યાં પાર્ટી વર્ષોથી સત્તામાંથી બહાર છે અને પાછા ફરવાની કોઈ આશા નથી. કોંગ્રેસની આ સમયે ફક્ત 3 રાજ્યોમાં સરકાર છે. પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ. આ સાથે પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારમાં સામેલ છે. પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધનો ઝઘડો પાર્ટીની ચિંતા વધી રહી છે ત્યારે છત્તીસગઢમાં પણ ખટરાગ શરુ થયો છે.

  છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવની વચ્ચે અનેક મુદ્દાઓ પર અથડામણ છે. રાજસ્થાનમાં પણ ખટરાગ હજું ચાલુ છે. તો બંગાળમાં સત્તા વાપસીની કોઈ આશા નથી. ત્યાં કુલ મળીને કોંગ્રેસની સામે અઢળક સમસ્યાઓ અને ટેન્શન છે.

  રણનીતિકાર માને છે કે રાજ્યોમાં ઝઘડાનું કારણ રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને હોબાળાની સ્થિતિ છે. આ સાથે અધ્યક્ષની રાજનીતિક સલાહકારની અછત પણ મોટું કારણ મનાય છે. અહેમદ પટેલ બાદ કોઈ મોટા નેતા નથી જે આ ઝઘડાને પતાવી શકે. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે કેરળમાં ફેરફાર કર્યા છે. ત્યારે નવી નિમણુક સામે જૂના નેતાઓ એકજૂથ થયા છે. તેઓએ પણ પાર્ટી પર દબાણ કર્યુ છે. આસામમાં મંત્રી ન બનતા અસંતોષને કારણ રુપજ્યોતિ કુર્મી પાર્ટી છોડી ચૂક્યા છે.

  ઉત્તરાખંડમાં આવનારા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. પણ ગઠબંધનના ચાલતા પાર્ટીમાં અનેક દોરની બેઠક છતાં ધારાસભ્ય દળના નેતાના નામ નક્કી નથી કરી શકાયા. હિમાચલ પ્રદેશમાં પાર્ટી નેતા કુલદીપ રાઠોર અને પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહમાં ઝઘડો યથાવત છે. ઝારખંડ, બિહાર અને મધ્ય પ્રદેશમાં સ્થિતિ અલગ નથી. તેવામાં કોંગ્રેસની ચિંતા હજું પણ વધતી દેખાઈ રહી છે.

(10:04 am IST)