Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમત ઓક્ટોબર- 2018 થી ઓછી છતાં પેટ્રોલ- ડીઝલ મોંઘા કેમ ? ઉઠતો સવાલ

આગલી સરકારને દોષારોપણ વચ્ચે ઈંધણથી થતી આવક મામલે મૌન કેમ ?

નવી દિલ્હી : ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમત હાલ પોતાની ઉચ્ચ સપાટીએ ચાલી રહી છે જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત સ્થિર છે. વૈશ્વિક સ્તર પર ક્રૂડ ઓઈલની કિંમત 75 ડોલર પ્રતિ બેરલ આસપાસ છે. ઓક્ટોબર 2018માં તે 80 ડોલર પ્તિ બેરલથી વધારે હતી પરુંત સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમત 80 રૂપિયા પ્રતિ લિટર આસપાસ હતી.તેવામાં લોકોમાં સવાલ ઉઠ્યા છે કે વૈષ્વક બજારમાં ક્રૂડની કિંમત ઓક્ટોબર 2018કરતા ઓછી હોવા છતાં પેટ્રોલ-ડીઝલ મોંઘા કેમ થઇ રહ્યાં છે અલબત્ત ભાજપના કેટલાક નેતાઓ આ મામલે પણ આગલી સરકારને  દોષ આપી રહ્યા છે જોકે ઈંધણથી થતી સરકારને આવક મામલે મૌન છે

(9:25 am IST)