Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ:ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની વિમેન્સ ડબલ્સમાં જીત :હવે મિક્સ ડબલ્સમાં ટકરાશે

સાનિયા અને બેથેની માટેક સેન્ડસની જોડીએ 7-5 અને 6-3થી જીત મેળવી

વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમની શરુઆત સાથે જ  મહિલા ડબલ્સમાં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની જોડીએ જીત મેળવી છે. સાનિયા અને તેની જોડીદાર બેથેની માટેક સેડ્સ સાથે મળીને પ્રથમ તબક્કામાં જ જીત નોંધાવી હતી. બંનેએ છઠ્ઠી સીડ એલેક્સા ગ્વરાચી અને ડેઝીર ક્રોફ્ચિકને હરાવીને બીજા તબક્કામાં સ્થાન મેળવ્યુ છે.

ત્રીજી ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનની શરુઆત થઈ છે. જેમાં હવે ડબલ્સની મેચની શરુઆત થઈ છે. ભારત તરફથી સિંગલ્સ માટે કોઈ ખેલાડી દાવેદાર નથી. પરંતુ આ વર્ષે પોતાનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ રમી રહેલી સાનિયા મિર્ઝાએ મહિલા ડબલ્સમાં અમેરિકન દિગ્ગજ બેથેની માટેક સેડ્સ સાથે પોતાની જોડી બનાવી હતી. જોકે ચેમ્પિયનશીપ દરમ્યાન આ જોડીને કોઈ માન્યતા મળી નહોતી. જોકે જોડી અનુભવી હતી.

સીડ એલેક્સા ગ્વરાચી અને ડેઝીર ક્રોફ્ચિકની ચીલી-અમેરિકન જોડીને હરાવી દીધી છે. સાનિયા અને સેન્ડસની જોડીએ 7-5 અને 6-3થી જીત મેળવી હતી. સાનિયા મિર્ઝા મહિલા ડબલ્સમાં પૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન રહી ચુકી છે. તેણે 2015માં પોતાની જોડીદાર માર્ટીના હિંગીસ સાથે મળીને આ ટાઈટલ જીત્યુ હતુ.

(12:14 am IST)