Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

માસૂમ અયાદને બચાવવા માટે જમ્‍મુના લોકોએ સીઆરપીએફને કર્યા સલામઃ સોપોર એનકાઉન્‍ટરમાં ફસાયેલા ત્રણ વર્ષના બાળકને સીઆરપીએફએ બચાવ્‍યો

જમ્‍મુઃ કાશ્‍મીર ઘાટીમાં સોપોરમા થયેલા એનકાઉન્‍ટરમાં ફસાયેલા એક ત્રણ વર્ષના બાળકને ગોળીબારીથી બચાવવામા સીઆરપીએફના જવાનોને જમ્‍મુના લોકોએ સલામ કરેલ છે.  જમ્‍મુમાં લોકોનો દાવો હતો કે એક બાળકને બચાવવા માટે પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર ભારતીય સુરક્ષાબળોએ ફરજ બજાવી છે.

કાશ્‍મીરના સોપોર વિસ્‍તારમાં થયેલ એનકાઉન્‍ટરની તસ્‍વીરો સામે આવવાથી લોકો ભાવુક બન્‍યા.

(10:10 pm IST)
  • મુંબઈમાં મુશળધાર વરસાદ તૂટી પડવાની આગાહી : ' ઓરેન્જ એલર્ટ ' જાહેર : લોકોને ઘરમાં જ રહેવાની સૂચના : શુક્રવારે રત્નાગીરી જિલ્લામાં અને શનિવારે રાયગઢમાં બારે મેઘ ખાંગા થવાની શક્યતા access_time 8:32 pm IST

  • સુરત-કામરેજના ગુમ થયેલ મહેસાણાના વતની SRP જવાન હાર્દિક દેસાઈનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો. મૂળ મહેસાણાનો વતની પરિવારને લેવા જવાનું કહી કાર લઈ નીકળ્યો હતો access_time 9:11 pm IST

  • ખંભાળીયામાં ગેસ ટેન્કરની ઠોકરે ચડેલા બાઈકસવાર યુવાનનું મોત : ખંભાળીયા : અહિંની પાયલ હોટલ પાસે ગેસના ટેન્કરે બાઈકને ઠોકરે લેતા બાઈક ઉપર સવાર પીપળીયા ગામના ભીખુભાઈ અસવાર નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજતા અરેરાટી ફેલાઈ access_time 5:39 pm IST