Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

લડાખ જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં ધરતીકંપના આંચકા

લદાખમાં 4.5ની તીવ્રતા તેમજ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં 3.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા

નવી દિલ્હી : આજે ગુરુવારે બપોરે ૧.૧૧ વાગે લદ્દાખમાં ૪.૫ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવેલ છે. કેન્દ્ર બિંદુ કારગિલથી ઉત્તર-પશ્ચિમમાં 119 કિલોમીટરનું હતું. લદાખમાં એક અઠવાડિયામાં બીજી વખત ૪.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.
થોડા સમય પછી બપોરે ૨ વાગે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ ૩.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કોરોના વાયરસ રોગચાળા વચ્ચે, ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં લગભગ દરરોજ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.  ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે

(6:57 pm IST)