Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

આ પંજાબ છે

પતિ ડીજીપીઃ પત્નિ ચીફ સેક્રેટરી

ચંડીગઢ, તા.૨: પંજાબમાં કેપ્ટન અમરિન્દરસિંહે રાજયના ચીફ સેક્રેટરીપદે વિની મહાજનની નિમણૂક કરી તેના કારણે વિવાદ થઈ ગયો છે. મહાજન ૧૯૮૭દ્ગક બેચનાં આઈએએસ અધિકારી છે. તેમના કરતાં સીનિયોરિટીમાં પાંચ અધિકારી આગળ હતા છતાં કેપ્ટને તેમને ચીફ સેક્રેટરી બનાવી દીધાં.

આ નિમણૂકમાં વિવાદનું બીજું એક કારણ એ પણ છે કે, વિનીના પતિ દિનકર ગુપ્તા રાજયના પોલીસ વડા છે. કેપ્ટને આ નિર્ણય દ્વારા આખા રાજયનું વહીવટી તંત્ર એક દંપતિના હાથમાં સોંપી દીધું છે. દેશના કોઈ રાજયમાં આ પ્રકારની દ્યટના પહેલી વાર બની છે. ગુપ્તા પણ ૧૯૮૭ની બેચના આઈપીએસ અધિકારી છે એ જોતાં પતિ-પત્ની પંજાબમાં ચાર વર્ષ સુધી રાજ કરશે. કોંગ્રેસે એવા આક્ષેપો કર્યા કરે છે કે, ભાજપ સરકારો દ્વારા સીનિયર અધિકારીઓને બાજુ પર મૂકીને પોતાના માનીતા અધિકારીઓને પ્રમોશન અપાય છે. પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી બધાંને ટપી ગયા છે ત્યારે કોંગ્રેસના નેતા ચૂપ છે.

(3:57 pm IST)