Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

તેજીને બ્રેકઃ સોનામાં ૩૦૦ અને ચાંદીમાં ૧૩૦૦ રૂ.નો કડાકો

સોનાના ભાવ ઘટીને ૪૯,૭૦૦ અને ચાંદીના ભાવ ઘટીને ૪૮,૭૦૦ રૂ. થયા

રાજકોટ, તા., ૨: બુલીયન માર્કેટમાં ગઇકાલે સોના-ચાંદીના ભાવોમાં ઉછાળો આવ્યા બાદ તેજીને બ્રેક લાગી હતી. સોનામાં ૩૦૦ અને ચાંદીમાં ૧૩૦૦ રૂ.નો ઘટાડો નોંધાયો છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે ૩૦૦ રૂપીયાનો ઘટાડો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ પ૦,૦૦૦ રૂપીયા હતા તે ઘટીને આજે બપોરે ૪૯,૭૦૦ રૂ. થઇ ગયા હતા. સોનાના બિસ્કીટમાં ૩૦૦૦ રૂ.નું ગાબડુ પડતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ઘટીને ૪,૯૭,૦૦૦ ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સોનાની સાથે ચાંદીમાં પણ મંદી જોવા મળી હતી અને  એક જ ઝાટકે ૧૩૦૦ રૂ.નો કડાકો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ પ૦,૦૦૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ૪૮,૭૦૦ રૂ. થઇ ગયા હતા.  અત્રે નોંધનીય છે કે ગઇકાલે સોના અને ચાંદીના ભાવે પ૦ હજારની સપાટી સ્પર્શ કરી હતી અને બાદમાં આજે પ્રત્યાઘાતી જોવા મળ્યો હતો.

(3:15 pm IST)