Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજકોટમાં કોરોનાનો આતંક યથાવત : નવા ૩ કેસ : છેલ્લા ૧૨ કલાકમાં ૨ મોત

શહેરમાં કુલ કેસ ૧૭૭ પૈકી ૧૨૨ દર્દીઓ સાજા થયાઃ જયારે ૭ મૃત્યુ :કાલાવડ રોડ પર આર.કે. નગરમાં રહેતા : ૪૫ વર્ષીય પુરૂષ અને ઉમિયા ચોક - દ્વારકાધીશ સોસાયટીનાં ૨૪ વર્ષીય યુવાનને કોરોના : જાણીતા ધારાશાસ્ત્રી ભાવીનભાઇ દફતરીનાં સંપર્કમાં આવેલ : મારૂતિમેનોર - સાધુવાસવાણી રોડ પરનાં એક પુરૂષને કોરોના સંક્રમિત થતા ૧૩ ઘરના ૫૮ સભ્યોને કન્ટેન્ટમેન ઝોન હેઠળ રખાયા : ગઇકાલ રાત્રે વૃધ્ધાનાં મૃત્યુ બાદ આજે સવારે રેસકોર્ષ પાર્કમાં રહેતા એસ.એન.કેનાં એકાઉન્ટન્ટ ૬૭ વર્ષીય વૃધ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ

આજે સવારે શહેરનાં કાલાવડ રોડ અને ઉમિયા ચોક વિસ્તારમાં બે કેસ નોંધાતા મ્યુ.કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ઉપરોકત વિસ્તારમાં મેડીકલ ચેક અપ અને હોમ કોરોન્ટાઇનની કાર્યવાહી હાથ ધરી હતી.તે વખતની તસ્વીર 

રાજકોટ, તા.૨: શહેરમાં ગઇકાલે આઠ કેસ નોંધાયા બાદ આજે સવારે કાલાવડ રોડનાં આર.કે નગરમાં ૪૫ વર્ષીય પુરૂષ અને ઉમિયા ચોક- દ્વારકાધીશ સોસાયટીનાં ૨૪ વર્ષીય યુવાનને તથા મારૂતિમેનોર- સાધુવાસવાણી રોડ પર પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જયારે આજે સવારે ગત રાત્રીનાં ગાંધીગ્રામનાં સત્યનારાયણ પાર્કમાં રહેતા ૬૭ વર્ષીય મહિલાનું સીવીલ કોવીડ-૧૯ હ ોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે. આજે નવા ૩ કેસ નોંધાતા શહેરનો કુલ કેસ ૧૭૭ થયા  છે. જયારે મૃત્યુ આંક ૭એ પહોંચ્યો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે તા. ૨ જુલાઇનાં આજે  રાજકોટ શહેરમાં નોંધાયેલ  બે કોરોના પોઝીટીવ કેસની વિગત આ મુજબ છે. જેમાં (૧) દિનેશભાઈ સામતભાઈ ઓડેદરા (ઉ.વ- ૪૫),  પ્લોટ નં. ૫-એ, ચ આર.કે. નગર શેરી નં.-૧, પાણીના ટાંકા પાછળ, કાલાવડ રોડ,  (૨) ચિરાગ અરવિંદભાઈ માણસુરીયા(ઉ.વ-૨૪), દ્વારકાધીશ સોસાયટી શેરી નંબર ૩ ઉમિયા ચોક,(૩) શત્રુધ્નભાઇ આરદેશણા, ફલેટ નં.૪૦૩, મારૂતિમેનોર, સાધુવાસવાણી રોડ પરનો સમાવેશ થાય છે. તેઓ જાણીતા ધારાશાસ્ત્રી ભાવીનભાઇ દફતરીનાં સંપર્કમાં આવેલ છે. મારૂતિ મેનોર બિલ્ડીંગનાં ૧૩ ઘર કન્ટેમન્ટઝોનનાં  ૫૮ સભ્યો હેઠળ રખાયા છે.

છેલ્લા ૧૨ કલાકમાં બે મોત

શહેરમાં  છેલ્લા ૧૨ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  બે મૃત્યા થયા છે. ગઇકાલ રાત્રીનાં ૭ વાગ્યા આસપાસ કૈલાશબેન  કુરજીભાઈ પટેલ (૬૭/સ્ત્રી), સત્યનારાયણ પાર્ક, ગાંધીગ્રામ નું મુત્યુ થયુ હતુ. આ ઉપરાંત આજે સવારે રેસકોર્સ પાર્કમાં રહેતા અને એસ.એન.કે સ્કૂલમાં એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા અરુણભાઈ ભગવાનદાસ ઠકરાર (ઉ.વ-૬૭) ને તા .૨૪ જુનનાં રોજ કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવેલ જે પછી તેમને વેન્ટીલેટર પર રાખવા માં આવ્યા હતા. તેઓ  બીપી અને ડાયાબીટીસની બીમારીથી ઘેરાયેલા હતા. આજે સવારે તેમનું મૃત્યુ થયુ હતુ.

(2:53 pm IST)