Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

નાની બચત યોજનાઓના ખાતાધારકો માટે રાહતના સમાચાર : PPF, NSC, સહિતની યોજનાઓના વ્યાજદર યથાવત : 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધીના ક્વાર્ટરમાં કોઈ ઘટાડો નહીં

ન્યુદિલ્હી : કરકસરથી ઘરખર્ચ ચલાવી નાની બચત કરતા ખાતાધારકો માટે રાહતના સમાચાર છે.જે મુજબ PPF ,NSC, સહિતની નાની બચત યોજનાઓના વ્યાજદર યથાવત રાખવામાં આવ્યા છે. 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધીના ક્વાર્ટરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

આથી પોસ્ટ ઓફિસમાં જુદી જુદી યોજનાઓ હેઠળ બચત કરી રહેલા ખાતાધારકોને  યથાવત વ્યાજ મળતું રહેશે.જે મુજબ પી.પી.એફ.ઉપર 7.10 ટકા ,સીનીઅર સીટીઝન સેવિંગ સ્કીમ ઉપર 7.40 ટકા,તથા પોસ્ટ ઓફિસની બાંધી મુદતની થાપણો ઉપર 5.5 ટકાથી 6.7 ટકા સુધીનું વ્યાજ મળતું રહેશે.

ઉપરાંત બચત ખાતાઓ ઉપર 4 ટકા વ્યાજ મળશે.જે તમામ બેંકો કરતા વધુ છે.

(2:16 pm IST)