Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

નેપાળમાં રાજકારણ ગરમાયુ : સત્તાધારી પાર્ટીમાંથી જ ઓલી વિરુદ્ધ વધી રહેલા વિરોધને કારણે સંસદનું સત્ર રદ : પ્રાઈમ મિનિસ્ટર ઓલી રાષ્ટ્રપતિને મળ્યા : રાજીનામુ ધરી દયે તેવી શક્યતા

કાઠમંડુ : નેપાળમાં રાજકારણ ગરમાયુ છે. પાર્ટીમાંથી જ રાજીનામુ આપવાની વધી રહેલી માંગણીને ધ્યાને લઇ સંસદમાં બહુમતી પુરવાર કરવી મુશ્કેલ પડે તેવું લગતા  સત્ર રદ કરવાનો કેબિનેટની ઇમર્જન્સી મિટિંગમાં નિર્ણય લેવાયો છે.
આ ઘટનાઓ વચ્ચે  પ્રાઈમ મિનિસ્ટર ઓલી રાષ્ટ્રપતિને મળ્યા હતા.તેઓ  રાજીનામુ ધરી દયે તેવી શક્યતા વરતાઈ રહી છે.
સામે પક્ષે વિરોધીઓએ પણ મીટિંગોનો દોર ચાલુ કરી દીધો છે.નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રાઈમ મિનિસ્ટર ઓલી વિરુદ્ધ વધી રહેલા પ્રચંડ વિરોધમાં ખુદ સત્તાધારી પાર્ટીના સભ્યો પણ શામેલ છે.
ખાસ કરીને ચીનની ઉશ્કેરણીથી ભારત સાથે સીમા વિવાદમાં ઉતરનાર પ્રાઈમ મિનિસ્ટરને પાછોટના પગલાં ભરવા પડે તેવા સંજોગોનું નિર્માણ થયું છે.

(1:38 pm IST)