Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ચીનની 59 એપ્સ પ્રતિબંધિત કરવાના નિર્ણયને અમેરિકાનો આવકાર : આ એપ્સ ચીનના જાસૂસ તરીકે કામ કરતી હતી : અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓ

વોશિંગટન : ચીનની 59 એપ્સ પ્રતિબંધિત કરવાના નિર્ણયને અમેરિકાએ આવકાર્યો છે.તથા જણાવ્યું છે કે આ એપ્સ ચીનના જાસૂસ તરીકે કામ કરતી હતી : અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ ભારતના નિર્ણયને સમર્થન આપતા ઉપરોક્ત મંતવ્ય વ્યક્ત કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ચીનની 59 એપ્સ પર સોમવારે પ્રતિબંધ મુક્યો હતો. આ લિસ્ટમાં ટિક ટોક, UC બ્રાઉઝર, હેલો અને શેર ઈટ જેવી એપ્સનો સમાવેશ થાય છે. સરકારે કહ્યું હતું કે આ ચાઈનીઝ એપ્સના સર્વર ભારતની બહાર છે. તેના મારફતે યુઝર્સનો ડેટાની ચોરી કરી શકાય છે. તેમાં દેશની સુરક્ષા અને એકતાને પણ જોખમ હતું. સરકારે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69એ હેઠળ આ ચીની એપ્સને પ્રતિબંધિત કરવામાં આવી છે.
ટિકટોક ઈન્ડિયાએ મંગળવારે યુઝર્સના ડેટાને ચીન સરકાર સાથે સેર કરવાનો ઈન્કાર કર્યો હતો
ચીનની એપ્સ પર પ્રતિબંધની કાર્યવાહી પૂર્વી લદ્દાખના ગલવાનમાં જે હિંસક ઝપાઝપી થઈ ત્યારબાદનું પગલુ છે. 15 જૂનના રોજ ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. તેમા ભારતના 20 સૈનિકો શહીદ થઈ ગયા હતા. ચીનના પણ 43 સૈનિક માર્યા ગયા હતા. જોકે, ચીને આ અંગે કોઈ સત્તાવાર આંકડાકીય માહિતી જાહેર કરી નથી.

(1:19 pm IST)