Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

મહિલા સામે અશ્લીલતા આચરનાર પીએસઓની ધરપકડઃ સસ્પેન્ડ

નવી દિલ્હી,તા.૨: દેવરીયાના ભટની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા ફરિયાદીએ જમીની વિવાદને કારણે પીએસઓ પાસે ગયેલ. મહિલાની ફરિયાદ સાંભળવા દરમિયાન એસઓ ભીષ્મપાલ સિંહ અશ્લીલ હરકત કરવા લાગેલ. મહિલાએ તેની આ હરકતનો વિડીયો બનાવેલ. પોલીસ સ્ટેશનથી નીકળીને મહિલાએ વિડીયો જાહેર કરી આપવીતી જણાવેલ. વીડીયો સોશ્યલ મિડીયામાં ખુબ જ વાયરલ થયેલ. પોલીસ તંત્રએ તુરંત પગલુ લઇ એસઓ ભીષ્મપાલસિંહને સસ્પેન્ડ કરેલ.

વિડીયો વાયરલ થતા ભીષ્મપાલસિંહ ફરાર થયેલ. તેના ઉપર ૨૫ હજારનું ઇનામ રાખવામાં આવેલે આસપાસના જીલ્લામાં એલર્ટ જાહેર કરાયેલ. ગઇ કાલે મોડી સાંજે બસ્તી જીલ્લામાંથી તેની ધરપકડ કરાવેલ. એસપી શ્રપતિ મિશ્રએ પુષ્ટી કરેલ. ભીષ્મપાલસિંહ વિરૂધ્ધ ગંભીર ધારાઓ હેઠળ ભટની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલ.

(12:55 pm IST)