Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

મધ્યપ્રદેશમાં શિવરાજ મંત્રીમંડળનું વિસ્તરણઃ ૨૮ મંત્રીઓએ લીધા શપથ

સિંધિયા સમર્થકોનો દબદબોઃ રાજયપાલ આનંદીબેને શપથ લેવડાવ્યા

નવી દિલ્હી, તા.૨: આખરે શિવારજ સરકારમાં મંત્રી પદની રેસમાં સામેલ ધારાસભ્યોનો ઇંતઝાર ગુરૂવારનાં ખત્મ થયો છે. શિવરાજ મંત્રીમંડળનાં વિસ્તરણને લઇને ચાલેલી લાંબી મથામણ હવે ખત્મ છે. અનેક દિગ્ગજોને મંત્રીમંડળથી બહાર કરીને નવા ચહેરાઓની તક આપવાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. શિવરાજ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે. ૧૧ સિંધિયા સમર્થકોને શિવરાજનાં કેબિનેટમાં જગ્યા મળી છે. મધ્ય પ્રદેશનાં રાજયપાલ આનંદી બેન પટેલે ૨૮ નવા મંત્રીઓને શપથ અપાવ્યા છે. જેમાં ૨૦ કેબિનેટ મંત્રી, ૮ રાજય મંત્રી સામેલ છે. આમાં ગોપાલ ભાર્ગવ, વિજય શાહ અને યશોધરા રાજે સિંધિયા સહિત અનેક મોટા નેતાઓ સામેલ છે. નવા મંત્રીમંડળમાં જયોતિરાદિત્ય સિંધિયાનાં સમર્થકોનો દબદબો જોવા મળ્યો. સિંધિયા પણ સપથ સમારંભમાં હાજર રહ્યા.

પાર્ટીએ દ્યણા જૂના ચહેરાઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. મૈરાથોન મંથન અને અનેક બેઠકો બાદ આખરે શિવરાજનું નવું મંત્રીમંડળ આકાર લેશે. આશાથી વિપરીત પાર્ટીનાં અનેક જૂના ધુરંધર નેતા આ નવા મંત્રીમંડળમાં જોવા નહીં મળે. આમાં દિગ્ગજ નેતા પારસ જૈન, ગૌરીશંકર બિસેન, રામપાલ સિંહ, રાજેન્દ્ર શુકલા, જાલમ સિંહ પટેલ અને સુરેન્દ્ર પટવા સામેલ છે.

કોંગ્રેસથી દળ બદલીને પહેલા જ બીજેપીમાં આવી ચુકેલા અને ગત શિવરાજ સરકારમાં મંત્રી રહી ચુકેલા સંજય પાઠક પણ આ વિસ્તરણમાં બહાર જ નજર આવશે. મોડી રાત સુધી ચાલેલી મોટી બેઠકો બાદ પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ઘેએ પાર્ટીનાં સીનિયર ધારાસભ્યો સાથે વન ટૂ વન ચર્ચા કરી અને ફોન પર વાત કરીને મનાવવાની અને સમજાવવાનાં પ્રયત્ન કર્યા. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી સીનિયર ધારાસભ્યોને દ્યરે બેસાડવામાં સફળ રહી છે. મંત્રીમંડળમાં નવા ચહેરા અને ખાસ કરીને સિંધિયા સમર્થકોને તક આપવામાં આવી રહી છે.

કહેવામાં આવી રહ્યું છે કે કુલ ૨૮ મંત્રી શપથ લેશે, આમાં ૨૦ કેબિનેટ અને ૮ રાજય મંત્રી હશે. મુખ્યમંત્રી તરફથી રાજયપાલ આનંદી બેન પટેલને મંત્રીઓની યાદી આપવામાં આવી ચુકી છે. સિંધિયા સમર્થક તુલસી સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂતને પહેલા જ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે એપ્રિલમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં કુલ ૨૩૦ સભ્યો છે. આ પ્રમાણે મહત્તમ ૩૫ ધારાસભ્ય મંત્રી બનાવી શકાય છે. શિવરાજ સહિત કુલ ૬ સભ્ય અત્યારે કેબિનેટમાં છે.

(4:01 pm IST)