Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાહત બચાવ કાર્ય શરૂ

મ્યાનમારમાં ખાણમાં ભેખડો ધસી પડતા ૧૧૩ના મોતઃ ૨૦૦થી વધુ મજુરો દટાયા

નવી દિલ્હી, તા.૨: દેશના ફાયર સર્વિસ વિભાગ અને માહિતી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે, ઉત્તર મ્યાનમારમાં જેડની ખાણમાં ભૂસ્ખલન થતા ૧૧૩ લોકોના મોત નીપજયા છે. દેશના ફાયર સર્વિસ વિભાગ અને માહિતી મંત્રાલયે જણાવ્યું હતું કે ભૂસ્ખલનના કારણે ૧૧૩ લોકોએ જીવ ગુમાવ્યો છે જયારે ૨૦૦ લોકો વધુ તેની નીચે દટાયેલા છે.

કાચિન રાજયના હાટકાંત વિસ્તારમાં ખીણમાં મજૂરો પથ્થરો તોડવાનું કામ કરી રહ્યા હતા ત્યાં ભારે વરસાદના કારણે મોટી કાદવની લહેર આવી અને તે મજૂરો તેમાં દટાઈ ગયા. ફાયર વિભાગે આ જાણકારી તેના ફેસબુક પોસ્ટ પર આપી છે. ફેસબુક પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ દુર્દ્યટનામાં ૧૧૩ લોકોના મોત થયા છે. અમે બચાવ કાર્ય કરી રહ્યા છીએ.

હાટકાંતની આ ખીણોમાં જીવલેણ ભુસ્ખલ અને અકસ્માતોની આવી ઘટનાઓ ખુબ સામાન્ય છે પરંતુ આ વખતે ૧૧૩ લોકોના મોત થતા હડકંપ મચી ગયો છે અને હજુ પણ ત્યાં ૨૦૦થી વધુ લોકોના દટાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા છે.

(2:54 pm IST)