Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

એક જ પરિવારમાં છ લોકો સંક્રમિત

યોગાભ્યાસથી કોરોનાને હરાવ્યો

પાલી તા. ર : એક વ્યકિત જો કોરોના પોઝીટીવ થાય તો આખી કોલોનીમાં ભયનું વાતાવરણ સર્જાઇ જાય છે. લોકો ઘરેથી બહાર નિકળતા બંધ થઇ જાય છે. પણ એક જ પરિવારના છ સભ્યો જો કોરોના પોઝીટીવ થાય તો તેમની મનોદશાનું અનુમાન આપણે કરી શકીએ છીએ પાલી શહેરના જોધપુરીયાવાસમાં રપ મેના રોજ મુંબઇથી સંક્રમિત રાકેશ જૈન પાલી આવ્યા. જેના લીધે પરીવારના અન્ય સભ્યો પણ સંક્રમિત થઇ ગયા. પણ તેમણે ધીરજપુર્વક યોગ અભ્યાસ ચાલુ રાખ્યો અને તેનાથી તેઓ કોરોનાને માત દેવામાં સફળ થયા.

શહેરના જોધપુરીયા વાસ નિવાસી રાકેશ જૈન (૪૧) નો મુંબઇમાં ધંધો છે જૈન રપ મેએ પાલી આવ્યા અને બાંગડ હોસ્પીટલમાં તપાસ કરાવવામાં આવી ર૮ મેએ તપાસમાં જૈન કોરોના પોઝીટીવ જણાતા આખા પરીવારનું ટેસ્ટીંગ કરાવતા ચાર વધુ વ્યકિતઓ પોઝીટીવ આવ્યા રાકેશના પિતા મોતીલાલ જૈન (૬પ) પુત્ર દિવ્યાંશ (૧૩) પત્ની લીલા (૪૧) અને ભાઇની પત્ની વર્ષા (૩૬) તથા ભત્રીજો (રીષભ (૧૮) કોરોના પોઝીટીવ મળ્યા. આ બધાને બાંગડ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા.આ બધા લોકોએ હોસ્પીટલમાં નિયમીત રીતે યોગાભ્યાસ કર્યો અને ગરમ પાણીનું સેવન કર્યુ. કોરોના એડવાઇઝરીનું પાલન કરીને એક અઠવાડીયામાં પરિવારના બધા સભ્યો સાજા થઇને પાછા ઘરે આવી ગયા.

(11:31 am IST)