Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

જૂનમાં દર ૩.૬ મિનીટે કોરોનાથી ૧નું મોત થયું

જૂનમાં દર મિનીટે સામે આવ્યા ૯ કેસઃ માત્ર ૧૨ દિવસમાં જ ૨ લાખથી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હી, તા. ૨ :. ભારતમાં જૂન મહિનામાં દર મિનીટે ૯ કેસ સામે આવ્યા હતા અને દરેક ૩.૬ મીનીટે એક વ્યકિતનું મોત થયુ હતું. જૂન મહિનામાં જ કોરોનાના ૧૯૮૭૩૧ કેસ સામે આવ્યા હતા. દર મીનીટે ૮.૯૮ દર્દીઓ નોંધાયા હતા. આ પહેલા મે મહિનામાં કોરોનાના ૧૬૧૪૬૮ કેસ સામે આવ્યા હતા. એપ્રિલ મહિનામાં સંખ્યા માત્ર ૩૫૨૦૪ની હતી.

દેશમાં ૩૦ જાન્યુઆરીએ એક કેસ હતો. જે હવે વધીને ૬ લાખ ઉપર થઈ ગયા છે. ૧૨ માર્ચે પ્રથમ મોત નોંધાયુ હતુ જે પછી હવે મોતનો આંકડો ઘણો વધી ગયો છે.જૂનના ૧૨ દિવસમાં જ ૨ લાખ નવા પોઝીટીવ કેસ સામે આવ્યા હતા. લોકડાઉન છતા કેસ વધતા ગયા છે.

(11:22 am IST)