Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં સંસદનું ચોમાસુ યોજવા હિલચાલ

ઘણા એવા વટહુકમ છે જેને સંસદમાં રજૂ કરવાની આવશ્યકતા છે

નવી દિલ્હી, તા.૨: સરકાર ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં સંસદનું મોન્સૂન સત્ર બોલાવવા માટે વિચાર કરી રહી છે, જેમાં કાર્યવાહી દરમિયાન સભ્યો ઉપસ્થિત થઇ શકે. સુત્રોનું કહેવું છે કે, કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આ સ્પષ્ટ કરવું મુશ્કેલ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરતા સત્ર કેવી રીતે આયોજિત થઇ શકે.સરકારના સુત્રોએ કહ્યું હતું કે, સત્રની અવધિ અને આયોજનની રીત સત્રની શરૂઆતના સમયમાં તે સમયની પરિસ્થિતિને જોઇને નિર્ભર કરશે. જોકે સરકારની ઈચ્છા પૂર્ણ સત્ર આયોજિત કરવાની છે.

સુત્રોએ કહ્યું હતું કે, ઘણા એવા વટહુકમ છે જેને સંસદમાં રજૂ કરવાની આવશ્યકતા છે જેથી સત્ર સામાન્ય અવધિનું હશે. સરકારના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, સંસદનું મોન્સૂન સત્ર નિશ્યિતરૂપે ૨૨ સપ્ટેમ્બર પહેલા શરૂ થઇ જશે કારણે બંને સત્રો વચ્ચે છ મહિનાથી વધારે અંતરાળ હોઈ શકે નહી.

સંસદનું બજેટ સત્ર ત્રણ એપ્રિલ નિર્ધારિત હતું પરંતુ તેની પહેલા ૨૩ માર્ચના રોજ સત્રને અનિશ્યિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. સુત્રોનું કહેવું છે કે, દ્યણા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમાં એક વિકલ્પ છે કે લોકસભાની બેઠક કેન્દ્રીય કક્ષામાં થાય તો રાજયસભાની બેઠક લોકસભામાં આયોજિત કરવામાં આવે.

આ વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજયસભાના સભાપતિ વેકૈયા નાયડૂ સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોની સાથે સાથે સંસદના મોન્સૂન સૂત્ર આયોજિત કરવા પર ચર્ચા કરી રહ્યા છે. બિરલા અને નાયડૂ બંને ભવિષ્યનો વિકલ્પ કરીને 'ડિજિટલ સંસદ'ની સંભાવના પર વિચાર કરી રહ્યા છે.

(11:21 am IST)