Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

શનિવારથી દે ધનાધન એક સપ્તાહ મેઘાવી માહોલ

અલગ-અલગ વિસ્તારોમાં ટર્ન બાય ટર્ન એકંદરે સાર્વત્રીક વરસાદ પડશેઃ મધ્યમથી ભારે અતિભારે ખાબકશે

રાજકોટઃ વેધરની એક ખાનગી સંસ્થાએ કહ્યું છે કે તા.૩-૪ જુલાઇ (શુક્ર-શનિ)થી ક્રમશઃ દિવસો જાય તેમ રાજયના છુટાછવાયા વિસ્તારોમાં તેમજ વરસાદની માત્રામાં વધારો થતો જશે. દક્ષિણ પૂર્વ, ઉત્તર, મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેને લાગુ ગુજરાતના ભાગોમાં વધુ શકયતા હળવો, મધ્યમ, ભારે વરસાદ પડશે. બાકીના વિસ્તારોમાં પ્રમાણ ઓછુ રહેશે. ત્યારબાદ તા.૬ જુલાઇથી બીજા વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધશે. તા.૪ થી ૧૦ જુલાઇ સુધી સમગ્ર રાજયમાં સંતોષકારક વરસાદ પડશે. અલગ - અલગ વિસ્તારોમાં ટર્ન બાય ટર્ન એકંદરે સાર્વત્રીક વરસાદ પડશે.  મધ્યમ, ભારે, અતિભારે વરસાદ ખાબકશે. જે  જગ્યાએથી સિસ્ટમ્સ પસાર થશે. ત્યાં વધુ વરસાદની આગાહી

 

(11:12 am IST)