Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

ICC ના અધ્યક્ષપદેથી શશાંક મનોહરનું રાજીનામુ : ઇમરાન ખ્વાજા જવાબદારી નિભાવશે

શશાંક બે વખતથી આઇસીસીના ચેરમેનપદે હતા. હવે ત્રીજી ટર્મ માટે તેઓ ચાલુ રહેવા માગતા નહતા

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષપદેથી શશાંક મનોહરે  રાજીનામું આપી દીધું છે તેમનો બે વર્ષનો કાર્યકાળ પુરો થઇ ગયો. હવે ડેપ્યુટી ચેરમેન ઇમરાન ખ્વાજા આગામી ચૂંટણી સુધી વચગાળાના અધ્યક્ષની જવાબદારી સંભાળશે. આઇસીસીની પ્રેસ રિલિઝમાં આ માહિતી આપવામાં આવી છે.

શશાંક બે વખતથી આઇસીસીના ચેરમેનપદે હતા. હવે ત્રીજી ટર્મ માટે તેઓ ચાલુ રહેવા માગતા નહતા. તેથી તેમણે રાજીનામું આપી દીધું આઇસીસીના નિયમ મુજબ મનોહર વધુ બે વર્ષ, માટે હોદ્દા પર રહી શક્યા હોત કારણ કે વધુમાં વધુ ત્રણ ટર્મની મંજૂરી છે. આઇસીસીના મુખ્ય કારોબારી મનુ સાહનીએ મનોહરને તેમની નેતૃત્વ ક્ષમતા અને યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો. નોંધનીય છે કે શશાંક મનોહરનો આ નિર્ણય ભારતીય ક્રિકેટ બોર્ડ માટે પણ મહત્વનો છે. કારણ કે બીસીસીઆઇ ઓક્ટોબર-નવેમ્બ્રમાં આઇસીસી ટી-20 વિશ્વકપને બદલે આઇપીએલના આયોજનની યોજના બનાવી રહ્યું છે.

(12:00 am IST)