Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

દમણમાં કોરોનાનો વધતો કહેર :એક જ દિવસમાં 13 નવા પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ

દમણમાં એક્ટીવ કોરોના પોઝેટીવ કેસની સંખ્યા 65 ઉપર પહોંચી

સંઘપ્રદેશ દમણમાં કરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે.દમણમાં 1લી જુલાઈના રોજ વધુ 13 કેસ કોરોના પોઝેટીવ નોંધાયા છે. બીજી તરફ સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ પ્રશાસન અને સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા અનલોક-2 ની નવી એસઓપી જાહેર કરાઈ છે. જેમાં અનલોક-2 માં પણ 31 જૂલાઈ સુધી સાંજે 7 થી સવારે 7 સુધી કડક અમલ સાથે કરફ્યૂ જાહેર કરાયો છે.

ખારીવાડ, તીનબત્તી, દિલીપ નગર, કચીગામ જેવા વિસ્તારોમાંથી 7 અને 6 દર્દીઓ જેઓ પહેલાથી જ કોરોન્ટાઈન હતા, તેમના રિપોર્ટ પોઝેટીવ આવતા સ્વાસ્થ્ય વિભાગે તેમને મરવડની કોરોન્ટાઈન સેન્ટર ખાતે દાખલ કરાવી દીધા હતા. પ્રશાસને ઉપરોક્ત સ્થળ પર જરૂરી દવાઓનો છંટકાવ કરી કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા હતા. જેને લઈ દમણમાં એક્ટીવ કોરોના પોઝેટીવ કેસની સંખ્યા 65 ઉપર પહોંચી જવા પામી છે. જ્યારે 41 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે.

(12:52 am IST)