Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

યુપીએસસી પ્રીલીમ એકઝામના ઉમેદવારોને કેન્દ્ર બદલવાની છૂટ

આઇએએસ, આઇએફએસ અને સીવીલ સર્વિસની અન્ય પરીક્ષાઓ માટે છૂટ અપાઇ

નવી દિલ્હી,તા.૨: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પોતાની ઓફિશ્યલ વેબસાઇટ upsc.gov.in પર એક નોટીસ જાહેર કરીને જણાવ્યું છે કે, યુપીએસસી સીવીલ સર્વિસની ૪ ઓકટોબર, ૨૦૨૦ના રોજ યોજાનારી પ્રીલીમ એકઝામ માટે ઉમેદવારો પોતાનું કેન્દ્ર બદલાવી શકશે. કમિશને જાહેર કર્યું છે કે જે ઉમેદવારોએ પરિક્ષા માટે અરજી કરેલ છે તેઓ પોતાના કેન્દ્ર upsconline.nic.in પર બે તબક્કામાં ફેરવી શકશે.

પહેલા તબકકામાં એકઝામ સેન્ટર કરેકશન માટેની વીન્ડો ઉપરોકત સાઇટ પર ૭થી ૧૩ જુલાઇ સુધી ખુલશે અને બીજા તબક્કામાં તે ૨૦ થી ૨૪ જુલાઇ દરમ્યાન ખુલશે. પોતાના હોમ ટાઉનથી પરિક્ષાના સેન્ટર સુધી જવા માટે ઘણા ઉમેદવારોને લાંબી મુસાફરી કરવી પડે તેમ હોવાથી તેમના આરોગ્ય પર જોખમ ઉભુ થવાના કારણે આ છુટ આપવામાં આવી છે. ઘણાં ઉમેદવારોએ આના માટે કમિશનને વિનંતી કરી હતી.

(12:51 pm IST)