Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

કોરોના સંકટગ્રસ્ત મુંબઈમાં ૧૫ જુલાઈ સુધી કલમ ૧૪૪ લાગુ

કોરોનાનો કહેર યથાવત રહેતા પગલાં : મુંબઈમાં મંગળવારે કોરોના વાયરસના કુલ ૯૦૩ કેસ સામે આવ્યા અને ૩૬ લોકોનાં મોત થતા ચિંતામાં વધારો

મુંબઈ, તા. ૧ : કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલા મુંબઈ શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. આ નિર્ણય શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસ બીમારીના વધતા કેસોની ધ્યાને રાખીમાં લેવાયો છે. કલમ ૧૪૪ સાર્વજનિક સ્થાનોની સાથે-સાથે ધાર્મિક સ્થાનો પર પણ લાગુ રહેશે. મુંબઈના પોલીસ વડા પ્રણય અશોકે કહ્યું કે કલમ ૧૪૪ મુંબઈમાં ૧૫ જુલાઈ સુધી લાગુ રહેશે.

બૃહદ મુંબઈ મહાનગર પાલિકા(બીએમસી)ના કહેવા અનુસાર, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મંગળવારે કોરોના વાયરસના કુલ ૯૦૩ કેસ સામે આવ્યા છે અને ૩૬ લોકોના મોત થઈ ગયા છે. મુંબઈમાં હમણાં સુધી કુલ કેસોની સંખ્યા ૭૭૧૯૭ સુધી પહોંચી ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ બીમારીના કેસોની સંખ્યા ૧૭૪૭૬૧ થઈ છે. મહારાષ્ટ્ર દેશમાં કોરોના વાયરસ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત છે.

અહીંયા સુધી કે મહારાષ્ટ્ર સરકારે સાચચેતીના ભાગરુપે જ લોકડાઉન ૩૧ જુલાઈ સુધી લંબાવી દીધું છે. જોકે, ફળ, દૂધ, શાકભાજી, દવાઓ અને કરિયાણાની દુકાન ખોલવા સમય નક્કી કરવામાં આવ્યો છે.

(12:00 am IST)