Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

એસ.ટી. નવી ૧૦૦૦ બસો વસાવશેઃ રાજકોટમાં નવી RTO કચેરી

મુસાફરોની સુવિધા માટે નવા રર બસ સ્ટેશન બનાવાશેઃ અલંગના મજુરો માટે ૮ કરોડ ફાળવાયા

ગાંધીનગર તા. રઃ રાજયના આર્થિક વિકાસની સાથે-સાથે વાહનોની સંખ્યા તથા વાહન ચાલકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહેલ છે.

 એસ.ટી.ની સેવાઓનો વ્યાપ વધારવા માટે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમને રાજય સરકાર દ્વારા એક હજાર નવી બસ પૂરી પાડવામાં આવશે. જેમાં વિદ્યુત અને સી.એન.જી. સંચાલિત બસનો પણ સમાવેશ થશે. જે માટે રૂ. રર૧ કરોડની જોગવાઇ.

 મુસાફરોની વધુ સુવિધા માટે રર નવા બસ સ્ટેન્ડ બનાવવા અને ૧૩ જુના બસ સ્ટેન્ડના રિનોવેશન માટે રૂ. ૬૬ કરોડની જોગવાઇ.

 રાજકોટ અને બારડોલી ખાતે આરટીઓની નવી કચેરીઓના બાંધકામ માટે રૂ. પ કરોડની જોગવાઇ.

 ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા જૂના બેડી બંદર, નવા બેડી બંદર અને રોઝી પીયરને બ્રોડ ગેજ રેલલાઇનથી જોડવા રૂ. ૪ર કરોડની જોગવાઇ.

 અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં કામ કરતા પાંચ હજાર કામદારોને સલામતી અને સુરક્ષા અંગેની તાલીમ આપવા રૂ. ૮ કરોડની જોગવાઇ, તથા આ કામદારોને આરોગ્ય વિષયક સેવાઓ આપવા માટે રૂ. ૩ કરોડની જોગવાઇ.

(3:19 pm IST)