Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

...હું અને મારા બાળકો પ્રેમ વરસાવતા રહયા પણ મૌરિસ તરફથી દર વખતે મળ્યો માત્ર 'દગો'

લગ્નજીવનનાં ૧૭ વર્ષ પછી પતિના બીજા લગ્નની હકિકત ઉપરથી પરદો ઉંચકાતા જ ઇવ ગિબનીના ઉડી ગયા હોંશ :નોકરીના કારણે માનસિક તનાવ રહેતો હોવાનું ગાણું ગાઇ સતત લાગણી મેળવતો રહ્યો... પત્નિ-સંતાનોને ભુલી જઇ અલગ જ દુનિયા વસાવી લેનાર શખ્સની કરતૂત સૌને વિચારતા કરી મુકનારી

રાજકોટ,તા.૨: ભારત હોય કે પછી દુનિયાના કોઇ પણ ખુણાનો દેશ પતિ-પત્નિ વચ્ચે હમેંશા એક બીજા ઉપર વિશ્વાસ સાથે સબંધોની પવિત્રતા જળવાતી રહે તો જ જીવન ધન્ય બને છે...સિકકાની બીજી બાજુની જેમ ઘણી વખત તો એક બીજા પ્રત્યેના 'દગા'ના પ્રકાશમાં આવતા કિસ્સા સૌ કોઇને બે ઘડી વિચારતા મુકતા હોય છે ત્યારે આવા જ એક કિસ્સામાં દોઢ દાયકાથી વધુ સમયના લગ્નજીવન બાદ પતિ તરફથી થયેલી બેવફાઇ સામે આવતા જ પત્નિના ચહેરા ઉપરથી ખુશીઓ અચાનક ગાયબ થઇ ગઇ હતી.

હા...એક વાત ચોકકસ કે પતિ તફરથી થયેલા દગાની વાત ભારતની નથી, પણ બ્રિટનની છે.ત્યાંની રહેવાસી ે નર્સિંગ ઓફિસર ઇવ ગિબની નામની યુવતિ અને કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરતા મૌરિસ નામના યુવક વચ્ચે ૧૯૯૫માં નાઇજીરિયાના લાગોસ ખાતે થયેલી પ્રથમ મુલાકાત બાદ ધીમે-ધીમે પ્રેમ પાંગરતા બન્ને પરણી ગયા હતા...૧૭ વર્ષના લગ્નજીવન દરમિયાન બે પુત્રો અને પતિ-પત્નિ વચ્ચે ખુશ ખુશાલ દિવસો પસાર થતા જતા હતા, પરંતુ અચાનક જ પતિ તરફથી વર્તનમાં આવી રહેલા બદલાવને પગલે પ્રથમ મનોમન કંઇક ખોટું તો નથી થઇ રહયુને? એવો વિચાર આવ્યો'તો પણ પતિ ઉપર પુરો ભરોસો હોવાથી એ દિશામાં વિચારવાનું માંડી વાળ્યુ હતુ.દરમિયાન વર્ષ ૨૦૧૨માં ક્રિસમસ ઉપર ઘરે આવવાના હતા,પરંતુ અચાનક હવે નહિ આવુ...કામના ભારણને કારણે સતત માનસિક તણાવ રહેતો હોવાનું ગાણું ચાલુ રાખી લાગણી મેળવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા...અંતે એક દિવસ એક તસ્વીર નિહાળતાની સાથે શંકા વધુને વધુ ઘેરી બનવા લાગી હતી...જે તે વખતે એક ફોન કોલ કરતા જ પતિની કરતૂત ઉપરથી સમગ્ર પરદો ઉંચકાઇ જતા  ઇવ ગિબનીના જીવનમાં રીતસરનો ભૂકંપ સર્જાય જવા પામ્યો હતો.પોતાની ઉપર આવી પડેલા દુઃખના વર્ણન વખતે ઇવ ગિબનીએ આઘાત સાથે જણાવ્યું હતુ કે, હું અને મારા સંતાનો તરફથી હમેંશા પ્રેમ જ અપાઇ રહયો હતો, જયારે સામે પક્ષે પતિ મૌરિસ તરફથી તો માત્રને માત્ર દગો જ મળ્યો હતો.એવી જ રીતે પોતાની દુઃખભરી દાસ્તાન આગળ વધારી ગિબનીએ તો એમ પણ કહયું હતુ કે, અદાલતે પૈસા ચુકવવાનો આદેશ આપ્યા બાદ પણ મૌરિસ દ્વારા હજુ સુધી પૈસા આપ્યા નથી...આગલા પતિ મૌરિસ દ્વારા થયેલા દગાને ભુલી જઇ ઇવ ગિબનીએ એમ પણ કહેલ કે, હું ખરેખર નશીબદાર છુ...કે, મૌરિસ હવે મારી જીંદગીમાં નથી.હવે મને પ્રેમ કરનારો જીવનસાથી મળી ગયો હોવાથી મૌરિસને યાદ પણ કરવા માંગતી નથી.

(3:45 pm IST)