Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

૨૦ વર્ષના જૈન મહારાજસાહેબ અચાનક ગુમ

મુંબઇ-અમદાવાદ હાઇવે પર વિહાર કરતી વખતે આગળ જતા રહ્યા અને ત્યાર બાદ છેલ્લા છ દિવસથી કોઇ પત્તો નથીઃ અગાઉ એક જૈન સાધુમહારાજ આ જ જગ્યાએથી ગુમ થયા હતા અને થોડા દિવસ બાદ ભાવનગરથી મળ્યા હતા

મુંબઇ તા.૨: મુંબઇ-અમદાવાદ હાઇવે પર વિહાર કરીને જઇ રહેલા જૈન સમાજના ૨૦ વર્ષના મહારાજસાહેબ અચાનક ગુમ થઇ જતાં સમગ્ર જૈન સમાજમાં ચિંતાનું વાતાવરણ સર્જાયંુ છેે. ૨૭ જુને વહેલી સવારે અન્ય સાધુ-ભગવંતો સાથે વિહાર કરી રહ્યા હતા એ વખતે તેઓ એકલા આગળ જતા રહ્યા હતા અને ત્યારબાદ તેમની કોઇ ભાળ મળી રહી ન હોવાથી મનોર પોલીસ-સ્ટેશનમાં તેમના ગુમ થયાની ફરીયાદ નોંધીને પોલીસે પણ તેમની તપાસ શરૂ કરી છે. અન્ય જૈન સાધુ-ભગવંતો અને જૈન કાર્યકરો પણ પોતાની રીતે તેમને શોધવાના પ્રયાસો કરી રહ્યા છે. આ પહેલાં પણ એક જૈન સાધુમહારાજ આ જ જગ્યાએથી ગુમ થયા હતા અને થોડા દિવસ બાદ છેક ભાવનગરથી મળી આવ્યા હતા.

પ.પૂ. આચાર્ય ભગવંત ભકિતસૂરિ મહારાજસાહેબના સમુદાયના પૂ. મુનિશ્રી કુલરક્ષિતવિજયજી મહારાજસાહેબ ૨૭ જુને વહેલી સવારે મુંબઇ-અમદાવાદ હાઇવે -ક્રમાંક ૮ પર આવેલા ચારોટી નાકાથી મનોર બાજુએ વિહાર કરીને જતા હતા. આ કેસ વિશે વધુ માહિતી આપતાં મનોર પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેકટર સિદ્ધવાએ ને જણાવ્યું હતું કે 'આ જૈન મુનિ અન્ય જૈન સાધુ-ભગવંતો સાથે ચાલીને હાઇવે પર ચારોટી નાકાથી નાગેશ્વરધામ તરફ જઇ રહયા હતા ત્યારે વ્હીલચેર પર જઇ રહેલા સાધુઅભગવંતો પાછળ રહી ગયા અને આ મુનિ આગળ એકલા જતા રહ્યા હતા. એથી તેઓ રસ્તો ભુલી ગયા છે કે શું એ વિશે તપાસ કરવામાં આવી રહી છે. તેમણે દીક્ષા લીધાને લગભગ દસ વર્ષ થયાં છે. હાઇવે પર આ જગ્યાની આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. (૧.૨૩)

કયાં સંપર્ક કરશો?

પૂ. મુનિશ્રી કુલરક્ષિતવિજયજી મહારાજસાહેબ વિશે કોઇપણ પ્રકારની માહિતી મળે તો પાલઘર પોલીસને ૮૬૬૯૬ ૦૪૧૦૦ નંબર પર અને પોલીસ-ઇન્સ્પેકટર સિદ્ધવાનો ૮૬૬૯૬ ૦૪૦૩૪ નંબર પર સંપર્ક કરવો.

(3:45 pm IST)