Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

વિદેશમાં જઈ ભારતનું અપમાન કરવાની રાહુલ ગાંધીની આદત: સી,આર.પાટિલના પ્રહાર

ગુજરાત પ્રદેશ અધ્યક્ષે કહ્યું - બહાર જઈ દેશનું કઈ રીતે અપમાન થાય તેવો હોય છે રાહુલ ગાંધીનો પ્રયાસ હોય છે.

અમદાવાદ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિદેશમાં મોદી સરકાર પર કરેલા પ્રહારનો  ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે વળતો જવાબ આપ્યો છે. જેમાં સી. આર. પાટીલે પ્રહાર કરતા કહ્યું હતું કે વિદેશમાં જઈ ભારતનું અપમાન કરવાની રાહુલ ગાંધીની આદત છે. તેમજ બહાર જઈ દેશનું કઈ રીતે અપમાન થાય તેવો હોય છે રાહુલ ગાંધીનો પ્રયાસ હોય છે.

જો કે તેમણે મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા સરકારની સિદ્ધિઓ ગણાવી હતી.26 મેના રોજ કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના સફળ નેતૃત્વના 9 વર્ષ પૂર્ણ થયા. આ નવ વર્ષોમાં પીએમ મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વૈશ્વિક સ્તરે ભારતને આગવી ઓળખ આપી છે.

   
(7:10 pm IST)