Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

મહારષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો : છેલ્લા 24 કલાકમાં 14.123 કેસ નોંધાયા : વધુ 477 લોકોના મોત

રાજ્યમાં 10 માર્ચ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા: 35949 લોકોએ કોરોનાને માત આપી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં કોરોના પ્રતિબંધોની અસર નવા સંક્રમણના મામલા પર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત રાજ્યમાં નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 14123 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 477 લોકોના મૃત્યુ થયા છે. 10 માર્ચ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે કોરોનાના નવા કેસની સાથે સંક્રમણની કુલ સંખ્યા વધીને 57,61,015 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 96198 થઈ ગઈ છે. રાજ્યમાં 10 માર્ચે કોવિડ-19ના 13695 કેસ સામે આવ્યા હતા, જ્યાં છેલ્લા કેટલાક સપ્તાહથી ઘટાડો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે એક દિવસપહેલા રાજ્યમાં કોવિડના 15077 નવા કેસ નોંધાયા હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35949 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 54,31,319 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. હાલ રાજ્યમાં 2,30,681 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

(12:30 am IST)