Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ટિક્ટોકનાં ભારતીય વિકલ્પ તરીકે રજૂ કરાયેલ Mitron એપ ગૂગલે હટાવી

ચાઈનીઝ પ્રોડક્ટના બોયકોટ કરવાની ઝુંબેશ વચ્ચે આ એપ પણ ઝડપથી લોકપ્રિય થઇ હતી.

 

નવી દિલ્હી : શોર્ટ વિડિઓ મેકિંગ એપ Mitron ને ગુગલ પ્લે સ્ટોરે સસ્પેન્ડ કરી દીધી છે. એટલે કે હવે એપ ડાઉનલોડ નહીં થઇ શકે. પ્લે સ્ટોર પર તેની રેડ ફ્લેગ કરી દીધો છે તેમ ખાનગી ટીવી ચેનલ CNBC જણાવ્યું છે. મહત્વની વાત તે છે કે એપને સતત ચાઈનીઝ એપ ટિક્ટોકના ભારતીય વર્ઝન તરીકે રજૂ કરાઈ રહી હતી. ચાઈનીઝ પ્રોડક્ટના બોયકોટ કરવાની ઝુંબેશ વચ્ચે એપ પણ ઝડપથી લોકપ્રિય થઇ હતી.

વાતો વચ્ચે હજુ એક હકીકત પણ સ્પષ્ટ થઈ શકી નથી કે એપ ભારતની છે કે નહીં. ગૂગલે તેને પોલિસી વાયોલેશનને કારણે હટાવી છે, ગુગલની પોલિસી અનુસાર " જો કોઈ એપ એવી પોલિસી તૈયાર કરે છે જે માર્કેટમાં અગાઉથી હાજર કોઈપણ એપની પોલિસી સાથે સમગ્ર રીતે સામ્યતા ધરાવતી હોય અથવા બંનેના સોર્સ કોડ એક જેવા હોય તો ગુગલ નવા એપને પ્લે સ્ટોર પરથી હટાવી દે છે." વર્તમાન સમયે એપ 50 લાખથી વધુ વખત ડાઉનલોડ થઇ ચુકી છે.

આઈઆઈટી રૂડકીના વિધાર્થી શિવાંક અગ્રવાલે Mitron એપ વિકસાવી હતી. એપનો સોર્સ કોડ Qboxus નામની એક પાકિસ્તાની સોફ્ટવેર કંપની પાસેથી ખરીદવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ Mitronના પ્રાઇવસી ફીચરમાં ખામીની વાત સામે આવી હતી. કારણે યુઝર્સ ડેટાની સુરક્ષા જોખમાય તેવી હતી. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર Mitron ના પ્રાઇવસી ફીચર્સ તેના સોર્સ કોડ ખરીદ્યા બાદ અપડેટ નથી થયા.

(12:12 am IST)