Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

INX મીડિયા કેસમાં પી,ચિદમ્બરમ અને તેના પુત્ર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

ઇડીએ બંને વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં 1030 પાનાની ચાર્જશીટ મૂકી

 

નવી દિલ્હી : INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી.ચિદંબરમ અને તેમના દીકરા કાર્તિ ચિદંબરમ વિરૂદ્ધ ED દિલ્હી કોર્ટમાં 1030 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.  અગાઉ INX મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડીએ બે અલગ-અલગ કેસ ફાઈલ કર્યા હતા. ગતવર્ષે પી ચિદંબરમ 106 દિવસ જેલમાં રહ્યા હતા.

   ગતવર્ષેના અંતિમ મહિનામાં ED INX મીડિયા કેસમાં પી. ચિદંબરમની ધરપકડ કરી હતી. કોર્ટના આદેશ બાદ તેમને તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે રાહત આપતા જામીન મંજૂર કર્યા હતા. પરંતુ કેસમાં ફરી તેઓ ફસાયા છે. INX મીડિયા કેસમાં ED પી.ચિદંબરમ વિરૂદ્ધ દિલ્હી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. તેની સાથે તેમના દીકરા કાર્તિ ચિદંબરમ વિરૂદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

(12:11 am IST)