Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

ચેતન ભગતનો કોરોનાને લઈ કહ્યું -હવે 2 લાખ કેસ છે તો લોકો પાણીપુરીની દુકાન ખોલવાની વાત કરે છે

જ્યારે કેસ ઓછાં હતા તો લોકો ચોંકી રહ્યા હતા હવે કેસ વધતા લોકોને કઈ ફેર પડતો નથી

 

કોરોના વાયરસનો કહેર દેશભરમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એટલું નહીં, ભારતમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખ પર પણ પહોંચવાની છે. હાલમાં વાતને લઈને ચેતન ભગતે ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. પોતાના ટ્વીટમાં ચેતન ભગતે લોકો પર પણ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, બે મહિના પહેલા જ્યારે કોરોનાના કેસ કુલ 20000 હતા અને 1 હજાર નવા કેસ આવ્યા હતા તો લોકો ચોંકી રહ્યા હતા. હવે કુલ 2 લાખ કેસ પર 10000 નવા કેસ આવે છે તો લોકો પાણીપુરીની દુકાન ખોલવાની વાત કરી રહ્યા છે.

ચેતન ભગતનું ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે, સાથે લોકો તેના પર ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે. પોતાના ટ્વીટમાં ચેતન ભગતે લખ્યું, બે મહિના પહેલા, ન્યુઝઃ 1 હજાર નવા કેસ, 20000 કુલ કોરોના કેસ. ભારતીયઃ અરે નહીં! 20 હજાર કુલ કેસ છે અને 1 હજાર નવા કેસ! હવેઃ 2 લાખ કુલ કેસ પર 10 હજાર નવા કેસ છે. તેના પર ભારતીયઃ અચ્છા, પરંતુ પાણીપુરીની દુકાન હવે ક્યારે ખુલી રહી છે. ચેતન ભગતે પોતાના ટ્વીટ દ્વારા જણાવ્યું કે, જ્યારે કેસ ઓછાં હતા તો લોકો ચોંકી રહ્યા હતા. પરંતુ હવે જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા લાખોમાં છે તો લોકોને કોઈ ફેર નથી પડી રહ્યો

(11:50 pm IST)