Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

મુઝફ્ફરપુર સ્ટેશનના હૈયું હચમાવતા વીડિયોવાળા બાળક માટે બોલિવુડના કિંગખાને લંબાવ્યા હાથ

આ બાળકને હેમખેમ રીતે તેના દાદા-દાદી પાસે પહોંચાડી દેવાયો

મુંબઈ : મુઝફ્ફરપુરના રેલવે સ્ટેશન પર એક મહિલા અને તેના બાળકનો હૃદય હલબલાવી દે તેવો વીડિયો સામે આવ્યો હતો. મજૂર માતા મૃત્યુ પામી હતી તે વાતથી અજાણ નિર્દોષ બાળક તેની માતાને જગાડવાનો સતત પ્રયાસ કરતો હતો. આ દર્દનાક વીડિયો આવ્યા પછી બોલિવૂડના કિંગખાન શાહરૂખ અને તેના મીર ફાઉન્ડેશને બાળકની મદદ કરતા હાથ લંબાવ્યો છે. હાલ આ બાળકને હેમખેમ રીતે તેના દાદા-દાદી પાસે પહોંચાડી દેવામાં આવ્યો છે.

મીર ફાઉન્ડેશને ટ્વીટર પર બાળકને પોતાના પરિવાર સાથે ફોટો શેર કરતા લખ્યુ કે, આ વીડિયો દર્દનાક છે અમે આ બાળકને તમામ પ્રકારની સહાય કરવા તૈયાર છીએ હવે આ માસુમ બાળક અમારી જવાબદારી છે. માતાને ગુમાવનાર આ બાળકને તો એ પણ ખબર નથી કે તેના પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે.

શાહરૂખ ખાને બાળક માટે દુઆ માંગી. શાહરૂખ ખાને લખ્યુ કે, તમામ લોકોનો દિલથી આભાર જેણે આ માસુમ બાળકની થોડી પણ મદદ કરી અને હેમખેમ તેના દાદા દાદી પાસે પહોંચાડ્યો. બાળક પોતાની માતાને ગુમાવ્યા બાદ ફરી જીવવાની તાકાત મેળવી લેશે. મને ખબર જે બાળકના માતા પિતાન હોય તેમની હાલત કેવી હોય છે. મારો પ્રેમ અને સમર્થન તારી સાથે છે બેટા.

દેશભરમાં લોકડાઉનના કારણે પ્રવાસી મજૂરોના પલાયન વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક માસુમ બાળક મુઝફ્ફરપુર રેલ્વે સ્ટેશન પર પોતાની મૃત માતાને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વીડિયોને લઇને સરકારની ખૂબ જ ટીકા થઈ હતી.

કોરોના વાયરસ સંકટમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન લોકોની મદદ માટે આગળ આવ્યા છે. શાહરૂખની બધી કંપનીઓએ કુલ સાત ઇનિશિએટિવ લોન્ચ કર્યા છે, જે હેઠળ સ્વાસ્થ્ય કર્મચારીઓને પીપીઈ કિટ આપવાથી લઇને જરૂરિયાતમંદોને રાશન આપવામાં આવશે. તેમની કંપનીઓ- રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ, રેડ ચિલીઝ વીએફએક્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ અને મીર ફાઉન્ડેશન લગભગ સાત સંગઠનો અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે.

આ ઉપરાંત શાહરૂખ અને તેની પત્ની ગૌરી ખાને તેની ચાર માળની ખાનગી ઓફિસને ક્વોરેન્ટાઇન કેન્દ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધ લોકોને રાખવામાં આવશે. બીએમસીએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી હતી.

(7:43 pm IST)