Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

બહુચર્ચિત જેસિકા લાલ મર્ડર કેસમાં આરોપી મનુ શર્માને છોડી મુકાયો :ઉપરાજ્યપાલનો આદેશ

મનુને સારી ચાલચલનને લીધે તેની આજીવન કારાવાસની સજા પૂર્ણ થતાં જ પહેલાં છોડી મુકાયો

નવી દિલ્હીઃ ખૂબ જ ચર્ચિત જેસિકા લાલ હત્યા કેસમાં દોષી મનુ શર્માને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલે અનિલ બૈજલને શર્મા સહિત 18 અન્ય કેદીઓને સમયથી પહેલાં છોડી મુકવાનાં આદેશને મંજૂરી આપી દીધી હતી.

  તિહાડ જેલમાં બંધ કેદીઓને સમય પહેલાં જ છોડી મૂકવા મામલે સોમવારનાં રોજ સેંટેંસ રિવ્યૂ બોર્ડની એક મીટિંગ થઇ હતી. આ બેઠકમાં 37 કેદીઓનાં કેસ રાખવામાં આવ્યાં હતાં. જેમાંથી 22 કેદીઓને સમય પહેલાં જ છોડી મૂકવાની સહમતિ બની હતી. અંતિમ નિર્ણય ઉપરાજ્યપાલ પર છોડી દેવામાં આવ્યો હતો.

   મનુને સારી ચાલચલનને લીધે તેની આજીવન કારાવાસની સજા પૂર્ણ થતાં જ પહેલાં તેને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો હતો. મનુ 14 વર્ષની સજા પણ ભોગવી ચૂક્યો હતો. આ પહેલાં મનુનાં કેસને એસઆરબીમાં પાંચ વાર વધારે રાખવામાં આવ્યો હતો. દરેક વખતે મનુનાં નામને આગળની મીટિંગમાં લાવવાનો આગ્રહ કરી દેવામાં આવતો હતો. બોર્ડને જણાવવામાં આવ્યું કે, આ કેદીઓને જેલમાં રાખવામાં ઓછામાં ઓછાં 14 વર્ષ થઇ ગયાં છે. આ દરમ્યાન તેઓએ જેટલી વાર પેરોલ મળી છે. તેમાં તેઓ સમય પર જેલમાં પરત આવી ચૂક્યાં છે. આ સાથે જ જેલમાં રહેતી વખતે પણ તેમનું વર્તન સારું રહ્યું છે  

(7:41 pm IST)